SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ દિગંબત્પત્તિ [ શ્રી તપાગચ્છ નાનપણે વિચરવા લાગી. ભિક્ષા સમયે કોઈએક શહેરમાં જતાં તેમને એક વેશ્યાએ જોઈ. જોતાં જ વેશ્યા વિચારવમળમાં અટવાઈ. તેને થયું કે “આવી સૌંદર્યવતી સાધવી નગ્નપણે વિચરશે તે જનસમૂહ અમારાથી વિરક્ત થઈ જશે.' તેથી તેણે તે સાવીને એક સાડી ઓઢાડી દીધી. શિવભૂતિએ પોતાના પંથની પુષ્ટિ માટે પ્રયત્નો આદર્યા. કૌડિન્ય અને કેવીર નામના શિષ્યો કર્યા અને ધીમે ધીમે તેની પરંપરા વધતી ગઈ. કેટલાકના મતે સહસમલ નામના યુનિથી દિગંબર મતની ઉત્પત્તિ થઈ છે. તે મતમાં પણ કેટલાક સમર્થ વિદ્વાનો થયા છે અને વિદુર્ભાગ્ય સાહિત્ય સર્યું છે. આ ઉત્પત્તિ વીરનિર્વાણ પછી ૬૦૯ વર્ષે થઈ. હાલના સમયે તાંબર સાધુઓ કરતાં દિગંબર સાધુઓની સંખ્યા અલ્પ પ્રમાણમાં નજરે પડે છે. તાબર અને દિગંબર વચ્ચે મહત્તવનો ફેર બેચાર બાબતમાં હતો પણ પાછળથો વધતાં વધતાં અત્યારે તે ૮૪ ની સંખ્યાએ પહોંચ્યો છે. તેમાંના કેટલાક મહત્વના મતભેદો નીચે પ્રમાણે છે– (૧) તાંબરો સુધર્માસ્વામી પ્રણીત દ્વાદશાંગીમાંથી બારમું અંગ-દષ્ટિવાદ વિકેદ થયેલ માને છે જ્યારે દિગંબરો દ્વાદશાંગી જ વિચ્છેદ થયેલી માને છે અને તેને બદલે ધવળ, મહાધવળ, જયધવળ ને ગોમદસાર વિગેરેને આગમરૂપ માને છે. (૨) શ્વેતાંબર સંયમનિર્વાહ માટે વસ્ત્રાપાત્રાદિ રાખે છે જ્યારે દિગંબરો રાખતા નથી. (૩) વેતાંબરો જુદે જુદે ઘરેથી ગોચરી લાવે છે જ્યારે દિગંબરો એક જ સ્થાને-એક જ શ્રાવકને ઘરે આહાર કરે છે અને ગોચરીને બદલે ભ્રામરી કહે છે. (૪) તાંબર વસ્ત્રરહિત ને વસ્ત્ર સહિત બંનેની મુકિત માને છે જ્યારે દિગંબરો વસ્ત્રરહિતની જ મુક્તિ માને છે. (૫) શ્વેતાંબરે સ્ત્રીની મુક્તિ માને છે જ્યારે દિગંબર સ્ત્રીને મોક્ષગામિની માનતા નથી. (૬) શ્વેતાંબરે કેવળી આહાર કરે તેમ માને છે જ્યારે દિગંબરે તે સ્વીકારતા નથી. (૭) ભવેતાંબર સાધુઓ રજોહરણ રાખે છે જ્યારે દિગંબર સાધુઓ મેરપીંછી રાખે છે (૮) વેતાંબર તીર્થકરોનું સંવત્સરી દાન સ્વીકારે છે જ્યારે દિગંબને તે માન્ય નથી. (૯) વેતાંબર તીર્થ કરની મા ચૌદ સ્વપ્ન જુએ તેમ કહે છે જ્યારે દિગંબરે સોળની સંખ્યા જણાવે છે. (૧૦) શ્વેતાંબર નવકારના નવ પદ માને છે જ્યારે દિગંબરે માત્ર પાંચ જ પદ સ્વીકારે છે. (૧૧) શ્વેતાંબર જિનમ્રતિને વજુ કોટાવાળી ને ઘરેણા, આંગી તથા ચક્ષુથી વિભૂષિત માને છે જ્યારે દિગંબરો નગ્ન અને આંગી વિગેરે અલંકારોથી રહિત માને છે. (૧૨) શ્વેતાંબરો જીવાજીવાદિ નવ તો સ્વીકારે છે જ્યારે તેઓ સાત તત્વ જ સ્વીકારે છે, (૧૩) વેતાંબર ૬૪ ઈકો માને છે જ્યારે દિગંબરે ૧૦૦ ઈદ્રો માને છે. (૧૪) શ્વેતાંબર માને છે કે ભદેવે ચાર મુષ્ટિ લોન્ચ કર્યો હતો જ્યારે દિગંબરે પાંચ મુષ્ટિ લોચ માને છે. (૧૫) વેતાંબર સાધુઓ વેત વસ્ત્ર પરિધાન કરે છે જયારે દિગંબર નગ્ન અને લંગટધારી હોય છે. વિગેરે વિગેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005201
Book TitleTapagaccha Pattavali
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherVijaynitisurishwarji Jain Library
Publication Year1940
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy