SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ આર્યરતિસૂરિ [ શ્રી તપાગચ્છ વાસેન મુનિને દીક્ષા પર્યાય ઘણે લાંબે હતો અને તે દરમિયાનમાં તેમણે અનેક સુકૃત્યો કર્યા. છેવટે વીરસંવત ૬૨૦ માં નિર્વાણ પામી તેઓ સ્વર્ગે સંચર્યા. આર્યરક્ષિતસૂરિ દશપુર નગરમાં ઉદાયન રાજા હતા. તેને પંડિતશિરોમણિ સામદેવ નામને પુરોહિત હતો. તેને રૂદ્રમાં નામે પત્ની અને આર્ય રક્ષિત તેમજ ફલ્યુરક્ષિત નામના બે પુત્રે હતા. એમદેવે પિતાનું રાવે જ્ઞાન તે બંનેને શીખવ્યું. પુત્ર આગળ પોતાની જ્ઞાનસમૃદ્ધિ કાણું છુપાવે? છતાં જાણે અવપ્તિ થઈ હોય તેમ આર્ય રક્ષિત અધિક અભ્યાસ માટે પાટલીપુત્ર નગરે ગયો. ત્યાં પોતાની પ્રજ્ઞાથી અપ્રકટ વેદપનિષદનો અભ્યાસ કરી લીધો અને સ્વભૂમિ તરફ પાછો વળ્યો. પુરોહિતે સ્વપુત્રના અતીવ અભ્યાસ તેમજ આગમનના સમાચાર જવતાં રાજા પણ તેના બહુમાન માટે હાથીએ બેસીને તેની સામે આવ્યો અને મહોત્સવપૂર્વક તેનો નગરપ્રવેશ કરાવ્યો. સોમદેવ પુરોહિત હતા છતાં તેની પર રૂદ્રોમાં જેનધર્મપરાયણ હતી. જીવાજીવાદિક નવ તત્વના વિચારને જાણનાર સુજ્ઞ શ્રાવિકા હતી. આરક્ષિત સ્વગૃહે આવ્યો ત્યારે તે સામાયિકમાં હતી. પુત્ર પ્રણામ કર્યો છતાં સામાયિક-ભંગને દોષને લીધે તેણે આશીર્વાદ આપે નહિ એટલે પુત્રને કંઈક પરિતાપ ઉ૫. સામાયિક પૂર્ણ થયે તેનું કારણ પૂછ્યું ત્યારે માતાએ જવાબ આપ્યો કે“દુર્ગતિને દેનાર તારા અભ્યાસથી હું શી રીતે સંતુષ્ટ થાઉં?” ચાલાક આર્યરક્ષિત ચમ. માતાના બોલવામાં તેને ઉડો મર્મ સમજ. વધુ જિજ્ઞાસાપૂર્વક માતાને પૂછતાં તેણે જણાવ્યું કે “જૈન શાસ્ત્રના અભ્યાસ વિના તારું અધ્યયન પાંગળું છે. જળ વિનાનું સરોવર જેમ શોભે નહિ તેમ દષ્ટિવાદ વગરનું તારું સર્વ ભણતર વૃથા છે. તેસલિપુત્ર આચાર્ય જૈન ગ્રંથના જ્ઞાતા છે તેની પાસે જઈ તું અધ્યયન કર.” “ પ્રભાતે જઇશ ? એમ કહીને આર્ય રક્ષિત છે રાત્રિ ગાળી. બીજે દિવસે જોવામાં તે ઘર બહાર ન કળે છે તેવામાં પોતાના પિતાને મિત્ર શેરડીના સાડાનવ સાંઠા લઈને સામો મળ્યો. શુભ શુકન થયા માની આર્ય રક્ષિત ઉપાશ્રય-ઠારે ઓ. જૈન વિધિથી અપરિચિત તેણે શું કરવું તેની સૂઝ ન પડવાથી તે બારણા પાસે જ ઊભો રહ્યો. થોડીવારે હર નામને શ્રાવક વંદન નિમિત્તે આવ્યા તેની પાછળપાછળ તેને અનુસરીને તેણે પણ વંદન કર્યું. નવા આગંતુકને આવેલ જાણું ગુરુએ તેનું કુળ વિગેરે પૂછયું એટલે તેમના જાણવામાં આવ્યું કે રાજાએ મહેસવપૂર્વક જેને નગરપ્રવેશ કરાવ્યો હતો તે જ આ આર્યરક્ષિત છે. પછી તેના આગમનનું કારણ પૂછયું એટલે તેણે માતાએ કહેલી સર્વ હકીકત જણાવી દષ્ટિવાદ ભણાવવાની પ્રાર્થના કરી. ગુરુએ જ્ઞાનોપયોગથી જાણ્યું કે વજીસ્વામી પછી આ પ્રભાવક આચાર્ય થશે એટલે તેમને કહ્યું કેજેની દીક્ષા સિવાય દૃષ્ટિવાદ ભણું શકાય નહિ. આર્ય રક્ષિતે પ્રવજ્યા સ્વીકારવાની સંમતિ દર્શાવી અને સાથોસાથ વધુમાં જણાવ્યું કે- લેકે મારા પર અનુરાગી છે. વળી રાજા પણ મારા પર વિશેષ પ્રીતિવાળે છે અને સ્વજનેને રને દુરત્યજ્ય છે માટે મને દીક્ષા આપીને તરત જ આપને અન્ય દેશમાં વિહાર કરવો પડશે.' પછી ગુએ દીક્ષા આપી અન્યત્ર વિહાર કર્યો. જૈન શાસનમાં આ પ્રસંગને પ્રથમ શિષ્યનિષ્ફટિકા (ચોરી) કહી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005201
Book TitleTapagaccha Pattavali
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherVijaynitisurishwarji Jain Library
Publication Year1940
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy