________________
શ્રી વ સ્વામી
[ શ્રી તપાગચ્છ
આજ્ઞા લઈ વજાસ્વામી ઉજજમિની તરફ ચાલ્યા. રાત્રિ પદ્ધ જતાં નગર બહાર રાતવાસો રહ્યા. અહીં ભદ્રગુપ્તસૂરિને રાત્રિના સ્વપ્ન આવ્યું કે તેમના હાથમાંથી દૂધનું ભરેલું પાત્ર કેઈએ લીધું અને પીને પ્રમેદ પામ્યું.” સવારના પોતાના શિષ્યોને સ્વપ્નની હકીકત કહી સંભળાવે છે ત્યાં તો વાસ્વામી પધાર્યા. વિનયપૂર્વક વંદન કરી પિતાના આગમનનું કારણ કર્યું. ભદ્રગુપ્તસૂરિએ પણ તેમની આકૃતિ તથા લક્ષણ જોઈને તેમને અભ્યાસ કરાવી પુનઃ ગુરુ પાસે પાછા મોકલ્યા. ગુરુએ તેમને આચાર્યપદ આપી ગરછનો ભાર સાંચે.
એકદા વજીસ્વામી વિહાર કરતાં કરતાં પાટલીપુત્ર નગરે આવ્યા. ઉદ્યાનમાં પિતાનું કદરૂપું રૂપ બનાવી દેશના દીધી. નગરજને ટીકા કરવા લાગ્યા કે “દેશનાને અનુરૂપ રૂપ નથી.” બીજે દિવસે સુંદર રૂપથી ધર્મોપદેશ આપે તેથી નગરજને વિસ્મય પામ્યા. સાધ્વીઓના મુખથી વજીસ્વામીની અલૌકિક શક્તિ અને પ્રભાવ સાંભળી તે નગરની ધનશ્રેષ્ઠીની રૂકમિણું નાની કન્યા તેમના પ્રત્યે રાગવતી બની અને પિતાના પિતાને જણાવ્યું કે “મારે પરણવું તે વાસ્વામી સાથે, નહિં તો મારે અગ્નિનું શરણ છે.” આથી ધનશ્રેણીએ વાસ્વામી પાસે આવી વિનંતિ કરી કહ્યું કે-કન્યાદાનમાં હું એક કરોડ રને આપીશ માટે મહેરબાની કરી મારી આજીજી સ્વીકારો.” વજાસ્વામીએ જણાવ્યું કે- શ્રેષ્ઠી ! તમે ભોળા માણસ લાગે છે. પિતે સંસારમાં ડૂબેલા હેઈ અન્યને પણ તેવા બનાવવા ઈચ્છે છે. ભેગવિલાસ તે હસ્તિના કર્ણની માફક ચપળ ને ચંચળ છે, માટે જે તારી પુત્રી મારા પ્રત્યે આસત મનવાળી થઈ હોય-મારા પડછાયાને અનુસરવા માગતી હોય તો સંયમ ગ્રહણ કરે. સાચો ને સીધે માગ તો એ છે.” આવી રીતે યુક્તિ-પ્રયુક્તિદ્વારા સમજાવી રૂફણિીને દીક્ષા આપી સાધ્વીસંઘમાં જોડી.
અન્યદા તે પ્રદેશમાં ભયંકર દુકાળ પડ્યો. સચરાચર પ્રાણીઓ ઘણા દુઃખી થવા લાગ્યા. શ્રી સંઘ પણ ત્રાસી ઊડ્યો, ધનવંત લોકોને એટલી બીક પેઠી કે ઘરના બારણા પણ ઉઘાડે નહિં. ભિક્ષુક લોકો જે કઈ ચીજ નજરે દેખતાં તે ધાંધલ મચાવીને પણ ઉપાડી જતા. સાધુ-સમુદાયમાં પણ ભૂખમરાએ પોતાનું શાસન પ્રવર્તાવ્યું. આ આફતમાંથી બચાવવા શ્રી સંઘે વજીસ્વામીને પ્રાર્થના કરી. વાસ્વામીએ વિચાર્યું કે-“છતી શક્તિએ જે સંઘ-સંકટનું નિવારણ ન કરે તે દુર્ગતિએ જાય, તેથી તેણે સંઘને આશ્વાસન આપ્યું. પછી પોતાની શક્તિના પ્રભાવથી તેમણે એક પટ વિકએં અને તે ઉપર શ્રી સંઘને બેસાડી મહાપુર નગરમાં ઉતાર્યો. મહાપુર નગરમાં બૌદ્ધસામ્રાજ્ય વતનું હતું. તે લેકે જૈન ધર્મની નિંદા અને ઈર્ષ્યા કરવા લાગ્યા. ધીમે ધીમે રાજાના કાનમાં પણ ઝેર રેડાયું. બૌદ્ધોએ જૈન ધર્મને હલકો પાડવાની તરકીબ રચી. પયુંષણના મહેત્સવ દરમિયાન પ્રભુ–પૂજા માટે એક પણ ફૂલ ન મળે માટે માળીઓને દમદાટી આપી. શ્રી સંઘનું મન કચવાયું. પર્યુષણ જેવા પવિત્ર દિવસમાં પ્રભુની અંગરચનામાં પુષ્પ વિના ખામી જ જણાય. સંઘે વજાસ્વામીને હકીકત જણાવી શાસનની પ્રભાવના કરવા કહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org