SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પાવલી ] *: ૬૩ : શ્રી વાસ્વામી પામ્યા. પછી અંદર અંદર વાત કરી નીરધાર કર્યો કે બાળકને બાળક્રીડા માટે આચાર્યો અવકાશ આપવો જોઈએ. ત્યારપછી તેમણે વાદ કરવા માટે આવેલ સર્વ વાદીઓને પણ જીત્યા. જાદે જુદે સ્થળે વિહાર કરતાં તેમણે શાસનદેવીઓને પરાભવ પમાડયો. પાટલીપુરના બ્રાહ્મણો તેમના પર મત્સર ધરવા લાગ્યા એટલે શ્રી સંઘની વિનંતિથી આકાશમાગે ગુરુ ત્યાં આવ્યા. તે જાણીને બ્રાહ્મણે પલાયન થઈ ગયા. પાદલિપ્તસૂરિ પગે લેપ કરી હંમેશા પાંચ તીર્થોની યાત્રા કરી આવતાં. તે ઔષધીઓને જાણવાની ઈચ્છાથી નાગાર્જુન નામના શિષ્ય તેમના ચરણનું પ્રક્ષાલન કરી તેને સુંધતા, તપાસતા અને એવી રીતે તેમણે ૧૦૭ ઔષધીઓ જાણી લીધી. પછી તેઓ તેનો લેપ કરીને ઊડવા મથ્થા પણ કુકડાની માફક ઊંચે ઊડી નીચે પડવા લાગ્યા. આ વાત ગુરુના જાણવામાં આવી એટલે તેમણે સમર્થ જાણી તે વિદ્યા શીખવી. પછી ગુરુ પ્રત્યેના બહુમાનને કારણે તે નાગાર્જુને શત્રુંજયની તળેટીમાં પાદલિપ્ત ( પાલીતાણું ) નામે નગર વસાવ્યું.. પાદલિતાચાર્યે નિર્વાણકલિકા નામે શાસ્ત્ર અને પ્રશ્નપ્રકાશ નામે જ્યોતિષશાસ્ત્ર બનાવ્યું. પિતાનું આયુષ્ય નજીક આવ્યું જાણું તેઓ વિમળાચળ પર આવ્યા અને બત્રીસ દિવસ સુધી ધ્યાનમગ્ન રહી, કાળધર્મ પામી બીજ દેવલેકે દેવતા થયા. ૧૩ શ્રી વજસ્વામી ગૃહસ્થાવાસ ૮ વર્ષ: ચારિત્રપર્યાય ૮૦ વર્ષ:-- તેમાં સામાન્ય વ્રતપર્યાય ૪૪ વર્ષ : યુગપ્રધાન ૩૬ વર્ષ: સર્વાય ૮૮ વર્ષ: સ્વર્ગગમન મ, સં. ૧૮૪: ગોત્ર ગૌતમ: અવંતી દેશમાં તુંબવન નામના નગરમાં ધન નામને શ્રેષ્ઠી હતો. ધનગિરિ નામને તેને સુવિવેકવાન પુત્ર હતો. પંડિત જનના સંસર્ગથી બાલ્યવયથી જ તેનું મન વૈરાગ્યથી ભરપૂર બન્યું હતું. પુત્રની ચોગ્ય ઉમ્મર થતાં ધન શ્રેષ્ઠી પુત્રવધૂ માટે તપાસ કરવા લાગ્યા ત્યારે ધનગિરિએ પોતાની નામરજી દર્શાવી. તે જ નગરમાં ધનપાલ નામના વ્યવહારી અને આર્યસમિત નામે પુત્ર અને સુનંદા નામે પુત્રી હતા. ધનપાલે ધનગિરિને પોતાની પુત્રી ખૂબ આગ્રહપૂર્વક પરણાવી. ગ્રહવાસના વિનશ્વર ભેગમાં વિરક્ત બનીને આર્યસમિતે દીક્ષા સ્વીકારી. સનદા અને ધનગિરિનો ગૃહસંસાર સુખપૂર્વક ચાલતાં થોડા સમય પછી સુનંદા ગર્ભવતી બની. તિય"ગજાભક દેવ (જે દેવે શ્રી ગૌતમસ્વામી પાસે અષ્ટાપદ પર્વત પર પંડરીક અધ્યયન સાંભળ્યું હતું.) ચ્યવીને તેના ગર્ભમાં અવતર્યો. પિતાની સ્ત્રીને ગર્ભવતી જોઈને ધનગિરિએ કહ્યું કે-“હે પ્રિયે ! તારું તથા તારા ગર્ભનું કલ્યાણ થાઓ. હું તે હવે તારા ભાઈ આર્ય સમિતે જેમની પાસે દીક્ષા લીધી છે તે શ્રી સિંહગિરિ પાસે જઈને ચારિત્ર અંગીકાર કરીશ.” સુનંદાએ ઘણું કાલાવાલા અને આજીજી કરી છતાં જેને સિદ્ધાંતરૂપી અમૃતરસનું પાન કરવાની આકાંક્ષા ઉદ્ભવી હેય તે બીજા કશામાં રાચે ખરો? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005201
Book TitleTapagaccha Pattavali
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherVijaynitisurishwarji Jain Library
Publication Year1940
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy