________________
શ્રી વૃદ્ધવાદી ને સિદ્ધસેન દિવાકર : ૬૦ :
[ શ્રી તપાગચ્છ
આપી. રાજાએ વિચાર્યું કે આવા પ્રભાવિક ગુરુ વારંવાર મળતા નથી તેથી તેણે આગ્રહ કરી ગુરુને ત્યાં જ રાખ્યા અને પ્રતિદિન દરબારમાં આવવા માટે પાલખી મોકલવા માંડી. આટલું બધું માન મળવાથી સિદ્ધસેનને સહજ ગર્વ થયો. આચાર-ક્રિયામાં પણ કંઈક શિથિલ થયા. પિતાને પરિગ્રહત્યાગમય ધર્મ સ્મૃતિપટમાંથી ભૂંસાઈ ગયે.
સિદ્ધસેનસૂરિના આવા બાદશાહી વૈભવ તેમજ ચારિત્રપાલનમાં ખલના ગુરુ વૃધવાદીના જાણવામાં આવ્યા, તેમણે સમર્થ શિષ્યને પાછો સાચા સ્થાને લાવવા વિચાર કર્યો. વિહાર કરી, ત્યાં આવી યોગ્ય સમયે પાલખી ઉપાડનાર સેવકે સાથે ભળી ગયા. એક માણસને દૂર ખસેડી તેને સ્થાને પોતે પાલખી ઊપાડી, પણ વૃદ્ધાવસ્થાને કારણે તેમને ખંભો ઊંચોનીચો થવા લાગ્યો. આ જોઈ સિદ્ધસેન બોલી ઊઠ્યા: નિમારમરાતઃ સંધઃ તવ વાધતિ? ઉતાવળને કારણે સિદ્ધસેનથી વાપરે રૂપને બદલે રાતિ બેલાઈ ગયું. ગુરુ ભૂલ સમજી ગયા અને પ્રત્યુત્તરમાં બોલ્યાઃ ન તથા વાત : ચા વાઘતિ વાતા જડબાતોડ જવાબ સાંભળી સિધસેન વિચારમાં પડી ગયા. પોતાના ગુરુ હોવાનો સંદેડ આવ્યો. પાલખી ઊભી રખાવી નીચે ઉતરી ગુરુના પગમાં પડથા, શરમને અંગે વધુ કશું ન બોલી શક્યા પણ પ્રાયશ્ચિત્તની માગણી કરી. ગુરુ જગતના જીવોનું કલ્યાણ કરવાનું કહી પ્રયાણ કરી ગયા.
ગુરુ ઉપદેશથી પુનઃ પ્રતિબોધ પામેલા શ્રી સિદ્ધસેન ગામોગામ વિચારવા લાગ્યા. એક દિવસ તેઓ ભરુચ પધાર્યા. ત્યાં તેમને વિચાર ઉદભવ્યો કે તીર્થકર ભગવંતેએ ઉપદેશેલા અને ગણધરોએ ગૂંથેલા શાસ્ત્રો અર્ધમાગધી ભાષામાં છે. આ પ્રાકૃત ભાષા તે બાળકને સમજવા જેવી છે. તેને બદલે હું તેને મધુર સંસ્કૃત ભાષામાં ફેરવી નાખું તે આગમનું કેટલું મહત્ત્વ વધે? આમ વિચારી તેમણે એ વાત ગુરુમહારાજને જણાવી કે “નમોત.'ની જેમ હું અગ્યાર અંગ વિગેરે સૂત્રો સંસ્કૃતમાં બનાવું ? ગુએ તે સંબંધમાં નાપસંદગી દર્શાવી અને વધુમાં જણાવ્યું કે આવી વિચારણા માત્રથી તમે આગમો
અને તીર્થકરોની આશાતના કરી છે, તેથી તમારે દશમું પારાચિક પ્રાયશ્ચિત કરવું પડશે. એ પ્રાયશ્રિતને કારણે બાર વરસ સુધી ગ૭નો ત્યાગ કરી, ગુપ્ત જેનલિંગે રહી દુસ્તર તપ કર અને તે દરમ્યાનમાં શાસનની અદ્દભુત પ્રભાવના કરી, સમર્થ અઢાર રાજાને પ્રતિબોધ પમાડી ફરી દીક્ષા ગ્રહણ કરવી. આ સાંભળી તેઓ ગુપ્ત વેશે નીકળી પડયા. કેટલાક વર્ષ વીત્યા બાદ તેઓ પાછા ઉજજયિની માં આવ્યા. પછી રાજકારે જઈ જણાવ્યું કે “કેઇ એક ભિક્ષ-સાધુ મળવા આવેલ છે. તે આવે કે જાય ?” ગુણી પ્રત્યે પક્ષપાત ધરાવનાર રાજા એ તેમને બોલાવ્યા અને સિદ્ધસેને રાજાની સ્તુતિરૂપે કે બોલવા શરૂ કર્યો.
હે રાજન! હમેશાં તું સર્વ વસ્તુને આપે છે એવી તારી સ્તુતિ વિદ્વાનો કરે છે તે મિથ્યા છે કારણ કે તે કોઈ દિવસ શત્રુને પુંઠ આપી નથી તેમજ પરસ્ત્રીને હદય સોંપ્યું નથી. (૧)
હે રાજન! સરસ્વતી રૂપી સ્ત્રીને તેં વહાલી ગણી મુખમાં રાખી છે અને લક્ષ્મીને કરકમળમાં બેસારી છે તેથી તારી કીર્તિરૂપી સ્ત્રી સપનીઓનું સુખ જોઈ તારા પર કપાયમાન થઈને દેશાંતરમાં ફરે છે. (૨)
હે રાજા ! આવી અપૂર્વ ધનુર્વિદ્યા તું ક્યાં શીખ્યો? જે ધનુર્વિદ્યાના બળથી માર્ગણી (બાણોને સમૂહ ) સામો ન જતાં તારા તરફ આવે છે અને ખેંચવાની ગુણ (પણ) સામી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org