________________
૩૧
શત્રુંજય ઉદ્ધારો
રૂપિયાના માલિક બન્યા. તેઓએ હજારો કુટુંબોને સહાય કરી સુખી બનાવ્યાં. કર્મા શાહ ધર્મઆરાધનામાં સવાર-સાંજ પ્રતિક્રમણ, ત્રિકાળ દેવપૂજા, મધ્યાહ્ન વખતે અષ્ટપ્રકારી પૂજા, અનુકંપાદાન, સાધર્મિક ભકિત નિયમિત કરતા હતા. પર્વના દિવસોમાં પૌષધ વગેરે કરતા. વેપારમાં ધર્મ અને નીતિ ચૂકતા નહિ, દાનાદિ કાર્ય નિરંતર કરતા.
કર્માશાહ રાજમાન્ય બન્યા. અમદાવાદના સૂબા સાથે મૈત્રી બાંધી, બહાદુરશાહે શાહી ફરમાન લખી આપ્યું કે શત્રુંજય-ઉદ્વા૨માં પૂરેપૂરી મદદ કરવી. શુભ મુહૂર્તે જીર્ણોદ્ધારનું કાર્ય શરૂ થયું. શ્રી ઋષભદેવ પ્રભુનું મંદિર સુધરાવીને નૂતન મંદિર જેવું બનાવ્યું તથા વસ્તુપાળે બનાવેલી અને ભંડારમાં રાખેલી શ્રી આદીશ્વર ભગવંત તથા શ્રી પુંડરીકસ્વામીની મૂર્તિઓ પ્રતિષ્ઠા માટે કઢાવી. આ રીતે થોડા વખતમાં મંદિરોનો જીર્ણોદ્ધાર થઈ ગયો અને બધી મૂર્તિઓ તૈયાર થઈ ગઈ. કર્માશાહે પોતાના વડીલબંધુ રતના શાહને સપરિવાર તેડાવ્યા. તેમ જ પોતાના ગુરુ તપાગચ્છના વિદ્વાન આચાર્ય શ્રી વિદ્યામંડનસૂરિજીને વિનંતી કરવા રતના શાહને જ મોકલ્યા. દેશ- દેશાવરમાં શત્રુંજય ઉદ્ધારની કંકોતરી મોકલી. ગામેગામથી સંઘો પધાર્યા. પોતાના પરિવાર સાથે આચાર્ય ભગવંત પણ પધાર્યા. તે સિવાય અનેક આચાર્યો પણ પોતાના પરિવાર સાથે પધાર્યા.
સંવત ૧૫૮૭ વૈશાખ વદ ૬, રવિવારે શુભ મુહૂર્તે વિધિપૂર્વક શ્રી વિદ્યામંડનસૂરિજીએ મૂળનાયકજી શ્રી આદીશ્વર ભગવંતની તથા શ્રી પુંડરીકસ્વામીની પ્રતિષ્ઠા કરાવી. તથા બીજા આચાર્ય ભગવંતો તથા મુનિરાજોએ તે જ સમયે બીજાં મંદિરોમાં અનેક મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાવી. પ્રતિષ્ઠા કરાવનાર આચાર્ય ભગવંત શ્રી વિદ્યામંડનસૂરિજી ઉદાર હૃદયવાળા, વિનમ્ર અને રાગદ્વેષરહિત હતા. પ્રતિષ્ઠા કરાવ્યા છતાં પોતાનું નામ કયાંય કોતરાવ્યું નથી. આ ઉદ્ધારમાં કર્મા શાહે સવા કરોડ દ્રવ્યનો વ્યય કર્યો અને પ્રતિષ્ઠા વગેરેનો ખર્ચ તો જુદો. કર્માશાહની કેવી ઉદારતા અને પ્રભુ પ્રત્યેની કેવી ભકિત ! આ રીતે ઉદ્ધાર માટે ખર્ચમાં તેમણે પાછું વાળીને જોયું નથી. ધન્ય છે આવા વીરને!
હાલમાં દ૨ વર્ષે વૈશાખ વદ ૬ ના દિવસે મૂળનાયક ભગવંતના શિખર ૫૨ તથા બીજા શિખરો પર ધ્વજદંડ ચઢાવવામાં આવે છે અને સ્વામીવાત્સલ્ય થાય છે. શ્રી આદીશ્વર ભગવંતની આજે જે મૂર્તિ છે તે કર્મા શાહે પ્રતિષ્ઠિત કરેલી છે તથા જે મુખ્ય મંદિર છે તે બાહડ મંત્રીએ કરાવેલ છે.
આ અવસર્પિણીમાં છેલ્લો ઉદ્ધાર શ્રી દુપ્પસહસુરિજીના ઉપદેશથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org