________________
૨૧
શ્રી શત્રુંજય મહાતીર્થ મહાપાપી હોય તે પણ કુંડરાજાની પેઠે શત્રુંજયગિરિના સેવનથી શુદ્ધ થઈ સિદ્ધિપદને પામે છે.
એ ગિરિરાજને જેણે સારી રીતે પૂજ્યો હોય, સંભાર્યો હોય, સ્તવ્યો હોય, સાંભળ્યો હોય યા એક વાર દષ્ટિમાર્ગે કર્યો હોય તેનાં કર્મોનો તત્કાળ ક્ષય થાય છે.
જેણે શત્રુંજયની યાત્રા કરી નથી અને ત્યાં બિરાજમાન શ્રી ઋષભદેવ ભગવાનને પૂજ્યા નથી તે પોતાનો જન્મ ફોગટ હારી ગયો છે. આ તીર્થની એક વાર પણ ભાવપૂર્વક યાત્રા કરવાથી ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ તીર્થમાં તપ કરવાથી તથા બ્રહ્મચર્ય પાળવાથી ઘણું ફળ મળે છે.
શ્રી શત્રુંજય ગિરિરાજ એટલે પ્રાયઃ શાશ્વત મહાતીર્થ. શાશ્વત એટલે અનંતાઅનંત કાળથી વિદ્યમાન અને ભવિષ્યમાં પણ અનંતાઅનંત કાળ સુધી રહેનારું, પ્રાયઃ” એટલા માટે કે આ શત્રુંજય મહાતીર્થના પ્રમાણમાં વધઘટ થયા કરે
આ તીર્થનું પ્રમાણ પહેલા આરામાં ૮૦ યોજન હતું. બીજા આરામાં ૭૦ યોજન, ત્રીજા આરામાં ૬૦ યોજન, ચોથા આરામાં પ૦ યોજન, પાંચમા આરામાં ૧૨ યોજન છે. હાલમાં પાંચમો આરો ચાલે છે. છઠા આરામાં સાત હાથ પ્રમાણ રહેશે. ઉત્સર્પિણી કાળમાં ક્રમે ક્રમે વૃદ્ધિ પામશે, પરંતુ આ તીર્થનો મહિમા તો એક જ સરખો રહેવાનો. આ અનાદિ તીર્થ પર અનંતા તીર્થકરો વિચર્યા છે તથા અનંતા મુનિવરો સિદ્ધિપદને પામેલા છે. અને ભવિષ્યકાળમાં પણ અનંતા તીર્થકરો અને મુનિવરો મોક્ષસુખને પ્રાપ્ત કરશે. આથી જ શ્રી શત્રુંજય તીર્થને "મોક્ષનિવાસ” પણ કહેવામાં આવે છે.
શ્રી સિદ્ધગિરિરાજના સ્પર્શથી ઉત્તમ ગતિ થાય છે. ચંદ્રશેખર પોતાની બહેનને સેવનારો છતાં પણ આ તીર્થેમોક્ષે ગયેલ છે. ચાર હત્યાના કરનારા, પરદારા સેવન કરનારા, દેવગુરુ નિમિત્તનું દ્રવ્ય ચોરીને ખાઈ જનારા એવા પાપી જીવો પણ આ તીર્થે ચૈત્રી અને કાર્તિક પૂનમની યાત્રા કરી અને તીર્થમાં તપ, જપ તથા ધ્યાનથી પોતાના પાપને બાળી દે છે, ક્ષય કરી નાંખે છે. તો પછી જેઓ સરળ, ન્યાયવાન, પુણ્યવાન આત્માઓ છે તેમના કલ્યાણનું તો પૂછવું જ શું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org