SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨૭ મસ્જિદ (૪) દીવાન-એ-આમ દીવાન-એ ખાસ (૫) જોધાબાઇનો મહેલ (૬) બિરબલ નિવાસ (૭) પાંચમાળવાળો મહેલ. - શ્રી સૌરીપુર તીર્થ (સૌરીપુરી) શ્રી નેમિનાથ ભગવાનના બે ક્વાલકોની ભૂમિ આગ્રા ફોર્ટથી ૭૫ કિ.મી. દૂર છે. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનની (શ્રી અરિષ્ટનેમિ) ચ્યવન અને જન્મ કલ્યાણકોની ભૂમિ છે. અત્રે શ્રી નેમિનાથ ભગવાનનું દેરાસર છે. જેમાં ૭૫ સે.મી.ની શ્રી નેમિનાથ ભગવાનની શ્યામવર્ણ, પદ્માસનસ્થ મૂર્તિ છે. પ્રતિષ્ઠા સંવતઃ ૧૬૪૦માં આચાર્યદેવશ્રી હીરવિજયસૂરિજી મહારાજ સાહેબના શુભહસ્તે થઈ હતી. દેરાસર પાસે ધર્મશાળા છે. સમુદ્રવિજય, વસુદેવ વગેરે દસ ભાઈઓ હતા તથા કુંતી, માદ્રી બે બેનો હતી. સૌરીપુરમાં સમુદ્રવિજય અને મથુરામાં કંસ રાજ્ય કરતાં હતા. સમુદ્રવિજયના પુત્ર નેમિનાથ અને વસુદેવને કૃષ્ણ-બલરામ બે પુત્રો હતા. શ્રી કૃષ્ણે તેમના મામા કંસને મારી મથુરાનું રાજ્ય લઈ લીધું. પરંતુ મગધના પરાક્રમી રાજા જરાસંઘના ત્રાસથી શ્રીકૃષ્ણ અને સમુદ્રવિજય વગેરે યાદવો પશ્ચિમમાં આવેલા સૌરાષ્ટ્રની દ્વારિકા નગરીમાં આવીને વસ્યા. સૌરીપુરના રાજા સમુદ્રવિજયની પટ્ટરાણી શિવાદેવી હતા. શ્રી સમુદ્રવિજયની પટ્ટરાણી શિવાદેવીએ આસો વદ ૧૨ ની રાત્રીએ અંતિમ પ્રહ૨માં તીર્થંક૨ જન્મસૂચક મહાસ્વપ્ન જોયું, એજ વખતે શંખનો જીવ આઠમો ભવ પૂરો કરીને શિવાદેવીની કુખમાં પ્રવેશ્યો. આ શુભ અવસર ૫૨ ઇન્દ્રાદિક દેવો દ્વારા ચ્યવન કલ્યાણક દિવસ ધામધુમથી ઉજવાયો. ક્રમ મુજબ ગર્ભકાળ નો સમય પૂરો થતાં શ્રાવણ સુદ-પાંચમના શુભદિને ચિત્રા નક્ષત્રમાં શિવાદેવીએ શ્યામવર્ણ અને શંખ લક્ષણવાળા પુત્રરત્નને જન્મ આપ્યો. છપ્પન દિકુમારીઓ અને ઇન્દ્ર-ઇન્દ્રાણીઓ દ્વારા પ્રભેનો જન્મ કલ્યાણક ઉજવવામાં આવ્યો. રાજા સમુદ્રવિજયજીએ પણ પુત્રજન્મની ખુશાલીમાં રાજ્યદરબારમાં જન્મોત્સવનું આયોજન કર્યું. શિવાદેવીએ ગર્ભકાળમાં અરિષ્ટમય ચક્રધારા જોઈ હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy