________________
૧૯૩
ભારતના મુખ્ય જૈન તીર્થો અંબિકાદેવી કહેવા લાગી અમને શા માટે યાદ કરી છે. વિમળશાહ મંત્રીએ ઉપરની વાત માતાજીને કરી. અંબિકાદેવીએ કહ્યું કે પ્રાતકાલમાં ચંપાના ઝાડ નીચે કંકુનો સાથિયો દેખાય ત્યાં ખોદાવજો, તમારુ કાર્યસિદ્ધ થઈ જશે”પ્રભાતે વિમળશાહમંત્રી સ્નાન કરી પવિત્ર થઈ બધાને એકઠા કરી સાથે લઈને દેવીએ બતાવેલા સ્થાને ગયા. ચંપાના ઝાડ નીચે કંકુના સાથિયાવાળી જગ્યા ખોદાવતાં તીર્થકર ભગવાન શ્રી ઋષભદેવ ભગવાનની વિશાલકાય મૂર્તિ નીકળી, જેમૂર્તિ હાલમાં વિમલવસહીની ભમતીમાં ગભારામાં છે. આ પ્રતિમાને મુનિસુવ્રતસ્વામીની પ્રતિમાજી પણ કહે છે. આ પ્રતિમાજી સહસ્ત્રો વર્ષ પ્રાચીન છે. પહેલાં અહીં જૈન તીર્થ હતું તે સાબિત થયું, હવે બ્રાહ્મણોએ સોનામહોરોથી માપીને જમીન આપીએ તેવી માગણી કરી. વિમળ શાહ મંત્રીએ સોનામહોરોથી માપીને મંદિર માટે જોઈતી જમીન લીધી. અને બ્રાહ્મણોને રાજી કર્યા.
મંત્રી વિમળશાહે મંદિરના બાંધકામની શરૂઆત કરી. કુલ અઢાર કરોડ ત્રેપન લાખ રૂપિયા ખર્ચ કરી મંદિરનું નિર્માણ કરાવ્યું. આ કાર્યમાં ચૌદ વર્ષ લાગ્યા. પંદરસો કારીગરો અને બારસો મજૂરો રોજ કામ કરતા હતા. પથ્થરો અંબાજી ગામની પાસેથી આરાસણ ટેકટરીઓથી હાથીઓ પર લાવવામાં આવતા હતા. નિર્માણકાર્ય સુસંપન્ન થયા બાદ પ્રતિષ્ઠા મહાન આચાર્ય શ્રી ધર્મઘોષસૂરિજી મ.સા.ને સુહસ્તે વિ.સં. ૧૦૮૮માં થઈ હતી. આ મંદિરનું નામ શ્રી વિમલવસહી રાખવામાં આવ્યું હતું.
મૂળનાયકશ્રી આદીશ્વરભગવાનની પદ્માસનસ્થ શ્વેતવર્ણ ૧૫૦સે.મી.ની પરિકરવાના પ્રતિમાજી છે. વિમલવસહી મંદિરની છતો, ગુંબજો, દરવાજાઓ, સ્તંભો, તોરણો, દવાલો સુંદર અને આશ્ચર્યયુકત નકશીકામના ઉચ્ચ નમુનાઓ છે. જૈન ધર્મના અનેક પ્રસંગો કોતરણીમાં બતાવ્યા છે. ૦ શ્રી લુણવસહીનું દેરાસરઃ
શ્રી વસ્તુપાલ – તેજપાલ રાજા વિરઘવલના મંત્રીઓ હતા. તેઓએ ભારતમાં અનેક તીર્થસ્થાનો તથા ધર્મસ્થાન કરાવ્યાં હતાં. તેમાં આબુ ઉપરનું આ લૂણવસતી' નામનું જિનાલય સૌથી મુખ્ય છે. બન્ને ભાઈઓ વીર અને ઉદાર હતા. શ્રી વસ્તુપાલસ્વયં મોટા કવિ હતા, તેમને ૨૪બિરૂદો પ્રાપ્ત થયા હતાં તેમાં સરસ્વતી ધર્મપુત્ર પણ હતું. તેઓએ શત્રુજ્ય અને ગિરનારના ઉદ્ધાર માટે કરોડો રૂપિયા ખર્ચ કર્યો હતો. ઉપરાંત અનેક ધાર્મિક કાર્યોમાં તથા સંઘો કાઢવામાં કરોડો રૂપિયા ખર્ચ કર્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org