SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ શ્રી દેલવાડા તીર્થ પર્વતની ગોદમાં આ તીર્થ આવેલ છે. કહેવાય છે કે શ્રી ભરત ચક્રવર્તીએ શ્રી આદિનાથ ભગવાનનું અહી મંદિર બનાવી ચતુર્મુખ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. જૈન શાસ્ત્રમાં આ તીર્થને અર્બુદાચલ યા અર્બુદગિરિ કહે છે. એમ કહેવાય છે. ભગવાન મહાવીરસ્વામી પણ અત્રે પધાર્યા હતા. અહી યુગોથી અસંખ્ય જૈન મુનિગણો પ્રાચીન જૈન મંદિરોનાં દર્શન કરવા માટે આવે છે. ઈ.સ. પૂર્વે ૪૭પમાં શ્રી સ્વયંપ્રભસૂરિજી મ.સા. ઈ.સ. પૂર્વે ર૩૬માં શ્રી સુહસ્તસૂરિજી મ.સા. પ્રથમ શતાબ્દીમાં શ્રી પાદલિપ્તસૂરિજી મ.સા. ઈ.સ. ૨૦૨ – ૨૦૩માં શ્રી દેવગુપ્તસૂરિજી મ.સા. ઈ.સ. ૯૩૭માં શ્રી ઉધોતનસૂરિજી મ.સા. ઈ.સ. ૧૬૦-૭૪માં શ્રી આનંદધનજી મ.સા. ઈ.સ. ૧૯૮૧માં યોગીરાજ શ્રી વિજય શાંતિસૂરિજી વગેરે પધાર્યા હતા. ૦ શ્રી વિમલવસહીનું દેરાસર મંત્રી શ્રી વિમળશાહ, વિર, મહાન યોદ્ધા, પ્રસિદ્ધ ધનુર્ધારી તથા પ્રબળ પ્રશાસક ગુર્જર નરેશ ભીમદેવના મંત્રી તથા સેનાપતિ હતા. તેમણે પાટણના ઘનાઢય શેઠની કન્યા શ્રી દત્તા સાથે લગ્ન કર્યું હતું. અંતિમ વર્ષોમાં વિમળશાહ ચન્દ્રાવતી નગરીમાં રાજ્યપાલ તરીકે રહેતા હતા. તેમની પત્ની શ્રીદત્તા બુધ્ધિશાળી ધર્મપરાયણ શ્રાવિકા હતાં. એકવાર પ્રખર વિદ્વાન મહાન આચાર્ય શ્રી ધર્મઘોષસૂરિજી મ.સા. ચન્દ્રાવતી પધાર્યા ત્યારે મંત્રીશ્રી વિમળશાહને સમરાંગણમાં કરેલાં પાપોના પ્રાયશ્ચિત કરવા માટે આબુ તીર્થનો ઉદ્ધાર કરવાની આજ્ઞા કરી. મહારાજા ભીમદેવ, રાજા ધંધુક અને પોતાના મોટા ભાઈ નેઢની આજ્ઞા લઈ વિમળશાહ મંત્રી આબુ ઉપર ગયા. ત્યાં જગ્યા પસંદ કરી. પરંતુ ત્યાંના બ્રાહ્મણોએ એકઠા થઈને કહ્યું કે આ હિંદુઓનું તીર્થ છે માટે અહી જૈન મંદિર બાંધવા નહિ દઈએ. જો અહી પેલાં જૈન તીર્થ હતું, એવી ખાત્રી અમને કરાવી આપો તો ખુશીથી જૈન મંદિર બાંધવા જગ્યા આપીએ. બ્રાહ્મણોનું આ પ્રમાણેનું વચન સાંભળી વિમળશાહ મંત્રીએ પોતાના સ્થાને જઈ અટ્ટમનું તપ કરીને શ્રી અંબિકાદેવીની આરાધના કરી. ત્રીજા દિવસની મહારાત્રીએ વિમળશાહ મંત્રીની ભકિતથી પ્રસન્ન થઈ સ્વપ્નમાં આવીને શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy