________________
૧૮૪
શ્રી તારંગા તીર્થ મૂખ્ય દેરાસર -
૨૩૦ ફુટ લાંબા પહોળા વિશાલ ચોકની મધ્યમાં ૧૪૨ ફુટ ઊંચું, ૧૫૦ ફુટ લાંબું, ૧૦૦ ફુટ પહોળું ભવ્ય રમણીય સુંદર કોતરણીયુક્ત કાષ્ઠમંદિર ગોઠવાયેલું છે. ૬૩૯ ફુટનો મંદિરનો ઘેરાવો છે. મંદિર સાત ગુંબજથી રચાયેલું છે. બાંધણીમાં વપરાયેલ કાષ્ઠ તગરનું હોવાથી આગ બુઝક છે. આ કાષ્ઠની ખુબી છે કે તેને સળગાવાથી સળગતું નથી. પણ અંદરથી પાણી ઝમે છે. શિખરના બત્રીસ માળ છે. મહારાજા કુમારપાળે ઉંદર પાસેથી ૩ર ચાંદીના સિક્કા લીધા હતા જેથી મંદિર ૩ર માળનું બાંધ્યું હતું. હાલ કાષ્ઠના શિખરવાળો ભાગ બંધ કરી દીધો છે. પીળા પથ્થરમાંથી બનાવેલ ગગનચુંબી કલાત્મકને નયનરમ્ય શિખર ખૂબજ વિશાલ ચોકની વચ્ચે, વિશાલ રંગમંડપ સાથે દિવ્યલોક જેવું લાગે છે. એટલે તો કહેવાય છે કે આબુની કોતરણી, રાણકપુરની બાંધણી, તારંગાની ઊંચાઈ અને શત્રુંજયનો મહિમા અજોડ ગણાય છે.
મૂળનાયક શ્રી અજીતનાથ ભગવાનની ૧૦૮ ઇંચની (૨૭૫ સે. મી.) ભવ્ય મૂર્તિ છે. શ્રી અજીતનાથ ભગવાનના વિશાલકાય ભવ્ય પ્રતિમાનાં દર્શન બીજે દુર્લભ છે.
મુખ્ય દેરાસરમાં જાદા જુદા તીર્થકર ભગવાનોની, ગૌતમસ્વામી, ચક્રેશ્વરીદેવી, મણિભદ્રવીર, વગેરે મૂર્તિઓ છે.
કાચના કબાટમાં મહારાજ કુમારપાળ શ્રી હેમચંદ્રાચાર્યના દર્શનાર્થે પધાર્યા છે તેનો વિશાલ ફોટો છે.
મહામંત્રી વસ્તુપાલ-તેજપાલે આજ મંદિરના ગોખલામાં શ્રી ઋષભદેવ ભગવાન, તથા શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા સંવત. ૧૨૮૪ ના ફાગણ સુદ - ૨ના રોજ આચાર્યદેવ શ્રી વિજયસેનસૂરિજી પાસે કરાવી હતી. આ ગોખલામાં હાલ યક્ષ- યક્ષિણીની મૂર્તિઓ છે.
પહાડ ઉપરનું અનોખું કુદરતી દ્રશ્ય તથા પુણ્યભૂમિનું શુદ્ધ વાતાવરણ આત્માને પરમ શાંતિ અર્પે છે. તારંગા તીર્થ પરમ સુંદર અને શાંતીનું ધામ છે. કોટિશિલા -
મંદિરની દક્ષિણ દિશામાં ૧ કિલોમીટર દૂર કોટિશિલા નામનું સ્થળ છે. જે આ પર્વતની ઉચી ટેકરી પર છે. કહેવાય છે કે અહીયા અનેક મુનિભગવંતો ઘોર તપશ્ચર્યા તથા અનશન કરી મોક્ષે સિધાવ્યા છે. આ ટૂક તારંગાની પહેલી ટૂક તરીકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org