________________
૧૬૦
તાલુકો, લીંબડી, મુ. શીયાણી પીન. ૩૬૩ ૪૨૧ ફોન. લીંબડી – ૯૯
શ્રી રતનપર
જોરાવરનગર ગામમાં વિશ્વકુંજ સોસાયટીમાં આવેલ આ દેરાસર રતનપર દેરાસર તરીકે ઓળખાય છે. મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની સુંદર પ્રતિમાજી બિરાજમાન છે. નાનું પણ ભવ્ય દેરાસર છે. શ્રી નવખંડા પાર્શ્વનાથ ભગવાન, શ્રી ભીડભંજન પાર્શ્વનાથ ભગવાન, શ્રી પદ્માવતી દેવી તથા શ્રી ચક્રેશ્વરી દેવીની મૂર્તિઓ બિરાજમાન છે. શ્રી નંદીશ્વરદ્રીપ તથા શ્રી સિદ્ધાચક્રજીના સુંદર પટો છે.
શ્રી રતનપર
શ્રી કાવી તીર્થ સાસુ - વહુના ભવ્ય દેરાસર
ગુજરાત ભરૂચ જીલ્લામાં સમુદ્ર તટપર આવેલું આ પ્રાચીન તીર્થ વિક્રમ સંવત. ૮૮૩માં નિર્માણ થયું છે. ભરૂચથી આ તીર્થ ૭૫ કિલોમીટર દૂર છે. પ્રાચીન નામ કાપીકા – પછી કંકાવટી – હાલ કાવી નામે પ્રસિદ્ધ છે. પ્રાચીનકાળમાં બંદરીય વેપારના કારણે ૮૦૦ જૈન ઘરોની વસ્તી હતી. વડનગરના વતની અને ધંધા અર્થે ખંભાતમાં વસેલાં લાડીક ગાંધી શેઠના પુત્ર બાટુક શેઠે સંવત. ૧૬૪૯માં આ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવી, નવું મંદિર બનાવી, સંપ્રત્તિ મહારાજના સમયના જુના મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની મૂળનાયક તરીકે પ્રતિષ્ઠા કરાવી. પ્રતિષ્ઠા આચાર્ય શ્રી વિજય હીરસુરીશ્વરજી મહારાજ ના શિષ્ય શ્રી વિજયસેનસુરીશ્વરજી મહારાજ પાસે કરાવી. આ દેરાસરનું શ્રી સર્વજિનપ્રાસાદ નામ રાખ્યું.
શ્રી આદીશ્વર ભગવાનના દેરાસરની સામે શ્રી અદબદજી, પાદુકા વગેરે છે. બાટુક શેઠના પત્ની હીરાબાઇ તેમના પુત્રવધુ વીરાબાઈ સાથે કાવી યાત્રા કરવા પધાર્યા. વીરા બાઈના માથામાં બારણાની બારશાખ વાગી. વીરાબાઇએ સાસુને બારણું નીચું કરાવ્યાની ફરીયાદ કરી. આથી સાસુએ ટકોર કરી કે તમારા પિયેરના દ્રવ્યથી નવું ઉંચા બારણાવાળું મંદિર બનાવો. વીરાબાઈએ પિયેરના દ્રવ્યથી પાંચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org