________________
૧૨૯
શ્રી શંખેશ્વર મહાતીર્થ આજે પણ મોજૂદ છે. સંવત ૧૨૮૬માં શ્રી વર્ધમાનસૂરીશ્વરજી મ.સા. ના ઉપદેશથી ગુજરાતના મહામંત્રી વસ્તુપાલ તેજપાલે શ્રી શંખેશ્વરના દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને દેરાસરને બાવન જિનાલય” બનાવ્યું. શંખેશ્વરની પાસે ઝંઝુપુર (હાલનું ઝીંઝુવાડા) નગરના રાજા દુર્જનશલ્યને કોઢનો રોગ થયો. સૂર્યદેવની આરાધના કરી. સૂર્યદેવની સૂચનાથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની ઉપાસના કરી. તેનો કોઢનો રોગ દૂર થયો. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના અચિંત્ય મહિમાથી પ્રભાવિત થયેલા રાજા દુર્જનશલ્ય શ્રી ઉકતસૂરિ મ.સા. ની પ્રેરણાથી સંવત ૧૩૦ર માં
મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી મંદિરને દેવવિમાન જેવું બનાવ્યું. (૪) ૧૪મી સદીમાં મુસલમાન બાદશાહોના હાથે આ મંદિરનો નાશ થયો. (૫) શ્રી વિજયસેનસૂરીશ્વરજી મ.સા. ની પ્રેરણાથી ૧૬મી સદીમાં નવું ભવ્ય
બાવન જિનાલયવાળું મંદિર બન્યું. મોગલ બાદશાહ ઔરંગઝેબના શાસનમાં આ નવું ભવ્ય મંદિર ૧૭૨૦થી ૧૭૪૦ના સમયમાં માત્ર ૮૦ વર્ષમાં પંડિત બન્યું. આ મંદિરનું સ્થાપત્ય ખૂબ સુંદર છે અને જુદા પ્રકારનું સ્થાપત્ય છે. આ મંદિર ચાલુ મંદિરની પાસે છે જેના ખંડેરો જોવા મળે છે. પેઢીએ આ મંદિરની જગ્યાએ આ મંદિરનું સ્થાપત્ય ધ્યાનમાં રાખીને શ્રી નેમિનાથ ભગવાનનું ભવ્ય મંદિર બંધાવવું જોઈએ. જેઓશ્રીની પ્રેરણાથી શ્રી કૃષ્ણ અફૂઠમ તપની આરાધના કરી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન શ્રી પદ્માવતીદેવી પાસેથી મેળવ્યા અને આ તીર્થની સ્થાપના કરી. પૂજ્ય ઉપાધ્યાય શ્રી ઉદયરત્નજી મ.સા. ગુજરાતના ખેડા ગામે પધાર્યા. વિ. સંવત ૧૭૫૦ નો સમય હતો. ઉપાધ્યાય મહારાજે વ્યાખ્યાનમાં શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો મહિમા વર્ણવ્યો. એક શ્રાવકને શ્રી શંખેશ્વર તીર્થનો સંઘ કાઢવાની ભાવના થઈ. ગુરુભગવંતને સંઘમાં પધારવા વિનંતી કરી. સંઘે શંખેશ્વર તરફ પ્રયાણ કર્યું. એ વખતે શંખેશ્વરનું આવું ભવ્ય દેરાસર ન હતું. શંખેશ્વરનું દેરાસર વિ. સંવત ૧૭૨૦ થી ૧૭૪૦ માં ખંડિત બન્યું હતું. મુસલમાનોના હાથે નાશ પામ્યું હતું. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ ગામના ઠાકોરના કબજામાં હતી. લોભી ગામ ઠાકોર એક ગીનીનો કર (ટેક્ષ) લઈને જ ભગવાનના દર્શન કરવા દેતો. સંઘ જરા મોડો શંખેશ્વર પહોંચ્યો. પૂજારીએ દરવાજો ન ખોલ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org