________________
ભારતનાં મુખ્ય જૈન તીર્થો
૧૨૪ ટ્રસ્ટીઓએ ૪ વીઘા જેટલી જમીન લઈ એક હોલ બનાવી પ્રતિમાજીઓને પરોણા તરીકે રાખેલ છે.
મૌર્યવંશી મહારાજા અશોકના પૌત્ર મગધસમ્રાટ પ્રિયદર્શી શ્રી સંપ્રતિ મહારાજાએ આચાર્ય શ્રી સુહસ્તિ સૂરિ મહારાજના સદુપદેશથી જૈનધર્મ સ્વીકાર્યો હતો. તેઓશ્રીના ઉપદેશથી શ્રી સંપ્રતિ મહારાજાએ ૩૬૦૦૦નવા જૈન મંદિરો તથા ૮૯૦૦૦ જૈનમંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. સોના, ચાંદી, પંચધાતુ અને પાષાણની સવાકરોડ પ્રતિમાજીઓ તેમણે ભરાવી હતી. દરરોજ ઓછામાં ઓછું એક જિનમંદિર તૈયાર થયેલું સાંભળી એમને ભોજન કરવાનો નિયમ હતો.
નવા મંદિરો બંધાવવા તેનાં કરતાં જીર્ણોદ્ધારમાં સોળ ગણો લાભ સમાયેલો
આ નવ પ્રતિમાજીઓમાંથી મોટા ભાગના પ્રતિમાજીઓ સંપ્રતિ મહારાજાએ ભરાવેલી છે.
૧૪મી સદીમાં મોડાસરમાં મંદિર હતું. સંવત ૧૩૧૩ ફાગણ સુદ ૬ રવિવાર રોજ શ્રી સોહડ નામના શ્રેષ્ઠિએ પરમપૂજ્ય શ્રી રામચંદ્રવિજયજી મ.સા. પાસે મંદિરની પ્રતિષ્ઠા કરાવી હતી તેવો એક પ્રતિમાજી ઉપર લેખ છે. ત્યાર બાદ મુસલમાન યુગમાં આ નવ પ્રતિમાજીઓ જમીનમાં પધરાવી દીધી હતી. ભવ્ય તેજવાળી પાષાણની નવ પ્રતિમાજીઓ નીચે મુજબ નીકળી હતી : (૧) શ્રી મહાવીરસ્વામી ભગવાન, ચૌમુખજી (૨) શ્રી શાંતિનાથ ભગવાન, પીળા પાષાણના (૩) શ્રી અજીતનાથ ભગવાન (૪) શ્રી ચંદ્રપ્રભસ્વામી ભગવાન (૫) શ્રી સુમતિનાથ ભગવાન (૬) શ્રી ઋષભદેવ ભગવાન (૭) શ્રી નેમિનાથ ભગવાન, શ્યામ પાષાણના (૮) શ્રી પાર્શ્વનાથ ભગવાન (૯) શ્રી પદ્મપ્રભસ્વામી ભગવાન, કાઉસગિયા સાથે
ટૂંક સમયમાં ભવ્ય મંદિર, ધર્મશાળા, ભોજનશાળા બનનાર છે. હાલમાં તીર્થમાં આવતા યાત્રિકોને ભોજન આપવાની સગવડ કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org