SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો પૂછતો પૂછતો સોમચંદ શેઠની હવેલીએ પહોંચ્યો ને સોમચંદ શેઠને હૂંડી આપી. (વ્યાપારી ભાષામાં : "હૂંડીનો દેખાડ કર્યો.') સોમચંદ શેઠે ખાતાવહી તપાસી. સવચંદ શેઠનું ચોપડામાં ખાતું નહોતું. પણ હૂંડી પર આંસુના ટીપાં જોઈ સવચંદ શેઠનું દુઃખ જાણી ગયા. પોતાના અંગત ખાતે ઉધારીને હૂંડીની રકમ આપી. થોડા દિવસ પછી સોમચંદ શેઠનું નામ લેતાં કોઈ મહેમાન આવ્યા. સોમચંદ શેઠે અતિથિ ધારી પોતાના ઘરે જમાડયા. જમીને વાત કરતાં સવચંદ શેઠે સોમચંદ શેઠને કીધું કે આપે આપેલ રકમ વ્યાજ સાથે લઈ મારું ખાતું ચૂકતે કરો. સોમચંદ શેઠે કીધું : "સાધર્મિક જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે સહાય કરવી પ્રત્યેક જૈનની ફરજ છે અને ધર્મની આજ્ઞા છે.” એ રકમતો મેં માંડી વાળી છે. હવે મારાથી એ રકમ પાછી ના લેવાય.સવચંદશેઠ રકમ આપવા મક્કમ હતા. સોમચંદ શેઠ રકમ ન લેવા મક્કમ હતા. છેવટે આ રકમમાં બંનેએ બીજી રકમ ઉમેરીને શત્રુંજય પર ઊંચામાં ઊંચી ટૂકબંધાવી. આ રીતે સાધર્મિક ભકિતના પ્રતીકસમી શ્રી ચૌમુખજીની ટૂકનું વિ.સં. ૧૬૭૫માં નિર્માણ થયું. દૂર દૂરથી આ ટૂકના દર્શન થાય છે. આ ટ્રકમાં આવેલ અન્ય મંદિરો * શ્રી પુંડરીકસ્વામીનું દેરાસર. અમદાવાદવાળા શેઠ ડાહ્યાભાઈએ બંધાવેલ સહગ્નકૂટનું મંદિર. શેઠ સુંદરદાસ રતનચંદે બંધાવેલ શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર. (પ્રતિષ્ઠા વિ.સં. ૧૬૭૫). બીજું પણ એક શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર છે. શ્રી પાર્શ્વનાથ ભગવનાનું દેરાસર (પ્રતિષ્ઠા સંવત ૧૮૫૬). શેઠ ખીમજી સોમજીએ સંવત ૧૬૫૭માં બંધાવેલ શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર - આ દેરાસરમાં પાષાણની એક ચોવીશી તથા ત્રણ ચોવીશીનાં એક એક પ્રતિમાજી છે. * શેઠ કરમચંદ હીરાચંદે સંવત ૧૮૮૪માં બંધાવેલ શ્રી સીમંધરસ્વામીનું દેરાસર. * અજમેરવાળા ધનરૂપમલજીએ બંધાવેલ દેરાસર. . ભણશાળી કરમસિંહ અમદાવાદવાળાનું બંધાવેલ શ્રી અજિતનાથ ભગવાનનું દેરાસર. * ૧૪પર ગણધરનાં પગલાં – પ્રતિષ્ઠા સંવત ૧૬૮૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy