SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ | શ્રી નવ ટૂંકો NI IS Ili ( ISO5nH હનુમાનધારાથી જમણા હાથે જે રસ્તો જાય છે તે નવ ટૂકો તરફ જાય છે. પ્રથમ નવ ટૂંકમાં પ્રવેશની બારી આવે છે, બારીમાં પ્રવેશતાં ડાબા હાથે અંગારશા પીરનું સ્થાનક આવે છે. નવટૂકના પ્રવેશદ્વાર પાસે દહીં ન વાપરવા વિનંતી. અગાશા પીર - મુસલમાન યુગમાં કોઈ મુસલમાન બાદશાહ તીર્થ પર હલ્લો કરી તીર્થને નુકસાન ના કરે તેવા તીર્થરક્ષાના આશયથી આ કબર બનાવી લાગે છે. વર્તમાનમાં સંઘ લઈને શત્રુંજય પર આવનાર સંઘપતિ સંઘના શ્રેય માટે અહીંયાં ચાદર ઓઢાડે છે. નવટૂકની બારી સામે વલ્લભકુંડ આવે છે. જે શેઠ નરસી કેશવજીના મુનિમ વલ્લભ વસ્તાએ બંધાવેલ છે. કોઠારા (કચ્છ) માં શેઠ નરશી કેશવરજીનું ગગનચુંબી ભવ્ય દેરાસર છે. નવટૂકમાં પ્રવેશતા યાત્રિકો માટે નવો વિસામો બંધાવ્યો છે. અત્રેથી ડોળીવાળા તથા તેડાગર બાઈઓ છૂટી પડી રામ પોળસગાળપોળ જઈ બેસે છે. નરશી કેશવજીની ટ્રક- નવટૂંકમાં પ્રવેશતાં જમણા હાથે આ ટૂક આવે છે. વિ.સં. ૧૯૨૧માં આ બની હતી, મૂળનાયક શ્રી અભિનંદન સ્વામીજી છે. મુખ્ય મંદિરની ફરતે ૩૪ દેરીઓમાં પ્રતિમાજી છે. બાકી દેરીઓ ખાલી છે. સામે પુંડરીકસ્વામી છે. * સંપતિ મહારાજનું મંદિર - શ્રી સંપ્રતિ મહારાજનું પ્રાચીન દેરાસર છે. ગભારાનું બારશાખ કોતરણીવાનું છે. મૂળ નાયક શ્રી શાંતિનાથ ભગવાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy