________________
ગણાય છે તે શિક્ષા સમ્પન્ન અને ચારિત્રવિભૂષિત હોવું જોઈએ. સ્માઇલ્સ
" Home is the first and most important school of character. it is there that every human being receives his best moral training or his worst."
અર્થા–ચારિત્રની પહેલી અને ખરી અગત્યની સ્કૂલ “ઘર” છે. દરેક માણસ સારામાં સારું નૈતિક શિક્ષણ યા ખરાબમાં ખરાબ ત્યાંથી મેિળવે છે.
નારીજીવનનું મહત્ત્વ.
આજની કન્યાઓ એ આવતી કાલની માતાઓ છે. એટલે તેમને પુસ્તકીય જ્ઞાનની તે જરૂર છે જ, પણ ગૃહશિક્ષણની, માતૃત્વશિક્ષણની અને સદાચારશિક્ષણની એથીય વધારે જરૂર છે. વિદ્યા, શિક્ષણ અને સદાચાર, શીલ, સંયમ અને લજજા, બળ, હિમ્મત અને વિવેક, પતિભક્તિ, સેવાધમ અને ડહાપણ એ રમણની રમણીય વિભૂતિ છે, લલનાનું લલિત લાવણ્ય છે, સુન્દરીનું સુન્દર સૌન્દર્ય છે અને સતી-સત્ત્વનું સરસ સૈરભ છે. આવી ગૃહિણી એ ગૃહને દીવે છે. એજ ગ્રહ છે. આવી મહાત્મની ગૃહિણીને ઉદ્દેશીને જૈનાચાર્ય અમરચન્દ્રસૂરિજીએ કહ્યું હતું
अस्मिन्नसारे संसारे सारं सारंगलोचना । यत्कुक्षिप्रभवा एते वस्तुपाल ! भवादृशाः ।।
અર્થા–આ અસાર સંસારમાં ગૃહિણીનું સ્થાન મહત્વપૂર્ણ છે કે જેની કુક્ષિમાંથી, હે વસ્તુપાલ ! તમારા જેવા રને પ્રગટ થયા છે.
“જિનસૂર” મુનિરાજ લખે છે કે
संसारभारखिन्नानां, तिस्स्रो विश्रामभूमयः । अपत्यं च कलत्रं च सतां संगतिरेव च ।।
અર્થાત–સંસારભારથી ખિન્ન થએલાઓને ત્રણ વિશ્રામભૂમિઓ છે સુસન્તાન, સુકલત્ર અને સત્સંગ.
શ્રાદ્ધગુણવિવરણમાં જિનમંડનગણિ' લખે છે કે--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org