________________
લાકાર ચમત્કારી વણને તે અન્ય તથેશ્વરેને અંગે પણ વર્ણવાયાં છે; પણ તે વનમાં જે તત્વ સુધી વકેની દષ્ટિ પહોંચી નથી, તે તત્વને સિદ્ધ કરવામાંજ મહાવીરની મહાવીરતા ઝળહુળી ઉઠે છે. તે તત્ત્વ છે રાગ-દ્વેષ ઉપર સપૂ વિજય. એટલાજ માટે તેઓ * અરિત ?કહેવાય છે. એટલાજ માટે તેઓ “જિન” તરીકે ઓળખાય છે. એમાં જ તેમની સાચી પ્રભુતા છે. પાંચ લાખ કે પાંચ કરોડને હંફાવવા કરતાં પાંચને હંફાવવાનું કામ બહુ વધારે દુષ્કર છે. એ પાંચ કેણ? જાણે છે? એ છે પાંચ ઇન્દ્રિય. મનને પરાજય થતાં ય મન સ્વાધીન થતાં સર્વ ઈન્દ્રિયો
સ્વાયત્ત થઈ જાય છે, અને સેવ દેને ખખેરી શકાય છે. આત્મા ઉપર-- પિતાની જાત પર કાબુ મેળવાતાં સર્વ જીતી શકાય છે.
નિસન્દહ,
He alone is courageous, he alone is vigorous, he alone is learned and he alone is a sage or saint who gets mastery over his senses by curbing his mind.
અર્થા–તે જ ધીર છે, તે જ વીર છે, તે જ વિદ્વાન છે અને તે જ સાચે સન્ત છે, કે જે પિતાના મનને વશમાં કરી પિતાની ઇન્દ્રિ પર કાબુ મેળવે છે.
મહાવીરની વિચાર-ષ્ટિમાં સ્પષ્ટ ભાસ્યું હતું કે-આખા સંસારની બળતરાનું ઉદ્ગમ–સ્થાન કેવળ રાગ-દ્વેષજ છે. રાગ-દ્વજ એવા લૂંટારા છે કે જેઓ તમામ બુરાઈ અને પાપને પિતાની સાથે લઈને ફરે છે. ખરેખર, એ દારૂણ પિશાચના ભીષણ ઉપદ્રવથી આખુ જગતુ રે-કકળી રહ્યું છે. રાગદ્વેષની એ અનન્ત શક્તિ છે કે આત્મ-વિભૂતિ પર છવાયેલાં તમામ આવરણ ફિક્ત એમનાજ બળ પર ટકી રશાં છે. દુઃખ અને અજ્ઞાનની અસલ જડ રાગ-દ્વેષ સિવાય બીજી એકો નથી.
આ શોધને પરિણામે “મૂર્વ નાસ્તિ કુતઃ શાખા' એ ન્યાય મુજબ રાગ-દ્વેષની જ હામે યુદ્ધ માંડવાને માવીરે નિશ્ચય કર્યો. રાજપાટ અને ભોગ-વિલાસને સર્વથા તિલાંજલિ આપી તેમણે સંન્યાસ લીધે. જે રાક્ષસોના ભયંકર હુમલાઓ સામે ભલભલા રોગીઓનાં પણ હાજા ગગડી ગયાં છે, તે રાગ-દ્વેષનું નિદર્જન કરવા મહાવીરે પૂર્ણ બળથી તપ સાધના શરૂ કરી. તેમના તમય જીવનમાં ઘણું ઘણાં કષ્ટ અને ઉપદ્રવો તેમના પર વરસ્યા, પણ રાગ-દ્વેષને હણવાની તેમની ધૂનમાં જરાય ફરક ન પડે. એ ધૂન તે કેવી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org