________________
જનતાના કલ્યાણા, સકલ સંધના ઉપકારા દેવાલયની ધનરાશિને એક પૈસે પણ ખર્ચ જે નાજાયજ મનાય છે તો એવા ધનની વૃદ્ધિ કરવી નકામી છે. વૃદ્ધિ તે એવા ધનની કરવી આવકારદાયક લેખાય કે જે પ્રજજીવનનાં વ્યાવહારિક અને ધાર્મિક અને અને વિણકર્તા હોય. જે ધન પ્રજાની અનુકમ્પામાં ઉપયુક્ત થઈ શકે તે ધનની વૃદ્ધિ કરવા સમુચિત છે. અને એમાં વધુ પુણ્ય છે એ સમજવું જોઈએ. જ્યાં સુધી દેવધનની મર્યાદા અતિસકી મનાતી રહે ત્યાં સુધી તે ધનના ભંડારે ખાલી પડયા રહેશે તોયે ડરવા જેવું નથી. સામાજિક ધનમાંથી ધર્મનાં ક્ષેત્રને પુષ્ટિ મળવાને પૂર્ણ અવકાશ છે. અત્યારે તે દેવધનના ભંડાર સરકારી લેનની દિશામાં ઠલવાય છે અને પછી તેને ઉપયોગ કતલખાનાં, કારખાનાં, લશ્કરી વ્યડ અને લડાઈ વગેરે મહાપાપનાં કામમાં થાય છે. દેવધનને આ ઉપગ ! એક મન્દિરનું ધન તેના કારભારીએ બીજા મન્દિરની ભીંત સમારવાને આપતાં આંચકે ખાય. અને જાણે તેિજ દેવધનના માલિક હોય એવું સ્વછન્દ વત્તન ચલાવે એ કેટલી દયામણી સ્થિતિ છે! પુણ્યના નામે એવું ધન વધવું અને એને સદુપયે શ ન થતાં. પ્રજાજનના કરાવમાં તે તદન નકામું રહેતાં બાહ્ય આડમ્બના ભપકા અપનાવવામાં અને બેટી કે બખેડા ચલાવવામાં કામ લાગે એવી સ્થિતિ આ યુગમાં હવે ન નભી શકે. દાનની દિશા સમજે. સમજી જાઓ કે શ્રાવક-શ્રાવિકા ધૂળ પર તમામ ક્ષેત્રને આધાર છે. તમામ ધર્મસંસ્થાઓ તેમના પર અવલખિત છે, તેમની પુષ્ટિ પર ઇતરની પુષ્ટિ છે. આજે તે વળ બેકારીથી, ઉદ્ય ગાના અભાવથી અને કેળવણીનાં સાધને નહિ મળવાથી સીદાતા જાય છે. તેમની પુષ્ટિમાં ધન ન વેરાય અને ભગવાનના અંગ પર લાખના દાગીના ચઢાવાય એ કેટલું અસમંજસ છે ? “ ભગવાન માલદાર અને ભગવાનના ભકત કગાલ ! કેવું વિચિત્ર ! પણ ભક્ત નહિ હોય તે ભગવાનને કણ પુજશે? ધાર્મિક વગર ધમ હોય ? લાંબી નજર કરતાં માલુમ પડશે કે, ત્યાં શ્રાવકનાં ઘર તારાજ થઈ ગયાં છે ત્યાં સારસંભાળ રાખનાર કોઈ ન હોવાથી દેશના પશુ-પંખીઓના આવાસ બની જઈ દુધી પર બની રહ્યા છે, ત્યાં ધાર્મિકાન જાગૃતિ ડન તે આ સ્થિતિ આવતે ? ત્યારે દાનની દિશા કઈ ? જેઓને પિતાની આ વિકાના પણ ફાંફાં છે તેઓ મન્દિરને શું સંભાળી શકશે ? એક-બે વખત જમણ પીરસી દેવાથી કંઈ સાધમિકનાં ઘર નથી બંધાઈ જતાં. સાધર્મિક વાત્સલ્ય તે સાધમિકેને તેમના જીવનનિર્વાહના રસ્તા સરળ કરી આપવામાં છે અને યોગ્ય કેળવણીના મા ગે ખુલા કરી સાધર્મિક બાળ-યુવકને વિદ્યાની લાઈન પર આગળ વધારવામાં છે. આ સમિવછલ છે. જમણવામાં કે નવકારસીઓમાં સાહમિવલ માનનારા આજે ભીંત ભૂલી રહ્યા છે. કરવા લાયક સૂઝતું નથી અને
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org