________________
૨૩૭
સને! હિન્દ જે Sારવવાન દેશ દુનિયામાં બીજે કઈ નથી. મનહર ઉદ્યાને, જંગલે, મૈદાને અને વિહારભૂમિઓ, રમણીય પર્વતે, સુન્દર ટેકરીઓ, મને રમ સરિતાઓ અને ભવ્ય વનનિ જે વગેરે કુદરતી સૌન્દર્ય અને વૈભવભર્યા પ્રદેશ જેવા આ દેશમાં છે તેવા દુનિયાના બીજા કોઈ દેશમાં નથી. આ દેશે સંસારનું ગુરુપદ ભગવ્યું છે. આ દેશે જગતને સભ્યતાના પાઠ ભણાવ્યા છે. આ દેશને માટે ડિડિમનાદથી કહેવાતું હતું કે –
" एतद्देशप्रसूतस्य सकाशाद् अग्रजन्मनः ।
खं स्वं चरित्रं शिक्षेरन् पृथिव्यां सर्वमानवाः " ॥
અર્થાત–આ દેશની સંસ્કારસમ્પન્ન પ્રજા પાસેથી દુનિયાના બધા માણસો પિત પિતાનું ચારિત્ર અને જીવનવિધિના પાઠ શિખે.
દુનિયાના બીજા મુકેએ અહીંથી વિવા-શિક્ષા સમ્પાદન કરી પિતાના દેશની ઉન્નતિ સાધી છે. દુનિયાના સર્વશ્રેષ્ઠ ત્રાષિ-મહર્ષિ-મહાત્મા-જ્ઞાનીઓ આ દેશમાં થયા છે. આ દેશ ગભૂમિ છે, તભૂમિ છે, કર્મભૂમિ છે. આ ભવ્ય, રમ્ય અને મહામંગલરૂપ દેશ ધરતીના બીજા કોઈ ખંડમાં નથી. કુદરતે દરેક પ્રકારની–ખાવાની, પીવાની, પહેરવાની વગેરે તમામ મહત્વની ચીજ આ દેશમાં ભરી દીધી છે. ઇગ્લેન્ડને આ દેશમાંથી કે અમેરિકાથી ઘઉં મળે ત્યારે ખાવા રેટ મળે; પણ આ દેશમાં ઘઉં વગેરે અનાજ એટલું બધું પેદા થાય છે કે આખે દેશ, આખું હિન્દુ ખાઈ-પી ધરાવા ઉપરાંત પણ બહાર મોકલવા જેટલું રહે છે. રૂની પેદાશ પણ જબરી છે. લગભગ સાઠ લાખ જેટલી ગાંસડીઓ આ દેશમાં તૈયાર થાય છે. જેમાંથી અડધો ભાગ બહાર જાય છે. ઇંગ્લેન્ડને તે બહારથી રૂ ન મળે તે મુશીબત આવી પડે.
મિત્રે ! આ દેશમાં કોનું રાજ હૈય? ઇંગ્લેન્ડમાં અંગ્રેજો રાજ્ય કરે, જર્મનીમાં જમને, અરબસ્તાનમાં આર, અમેરિકામાં અમેરિકને, ચીનમાં ચીનાએ રાજ કરે તે હિન્દમાં કેણુ રાજ કરે? હિઓ. જે દેશમાં જે પેદા થયા છે તેમને તે દેશમાં રાજ કરવાને હક છે. હિન્દી ઇલેન્ડમાં રાજ કરવા જાય તે અંગ્રેજો બરદાસ કરશે ? અમેરિકામાં જમને. જર્મનીમાં આરબ અને અરબસ્તાનમાં અંગ્રેજો રાજ કરવા જાય તે તે દેશવાળા તેમને બરદાસ કરશે? નહિં જ. તે પછી હિન્દમાં અંગ્રેજો રાજ કરે એ હિન્દીએ કેમ બરદાસ કરી શકે? છેલા મહાયુદ્ધ પછી અંગ્રેજોએ જ્યારે તુકીને દબાવ્યું હતું ત્યારે બહાદૂર તુકેએ વીર કમાલપાશાની તલવારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org