SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ હિંડોમાં કહીમાં પૃષ્ઠ ૨૩-૨૪ મે] દીક્ષાની વર્તમાન ચાલી રહેલી ધમાલ પર આવાં આદર્શ ભૂત વૃત્તાન્ત બહુ ઉપયોગી થઈ પડે તેમ છે. કોઈનું પણ કાર્ય યોગ્ય હોય તે યોગ્ય અને અયોગ્ય હોય તે અગ્ય કહેવાય. “આર્ય રક્ષિત” ની ચોરી તે જૈનશાસે ચાર જ કહી હેટે ગીતાથ અને આગમપાઠી શ્રુતધર હોય, પણ તેનું ચેરીનું કામ ચેરીજ કહેવાશે. “આર્ય રક્ષિત” પિતે ઉમ્મરલાયક છે, લગભગ ૨૨ વર્ષની ઉમ્મર ધરાવે છે. ચાર વેદ અને ચાદ વિદ્યા ભણી ઉતર્યા છે. વેદ-વેદાંગના મોટા પંડિત બનેલ છે. બહારથી આવા હેટા પંડિત બનીને જ્યારે તેઓ પિતાના શહેરમાં આવે છે, ત્યારે શહેરને રાજા ઑટા સામૈયાના ઠાઠમાઠથી તેમને શહેરમાં પ્રવેશ કરાવે છે. શહેરની જનતા તેમના માનમાં ઉભરાય છે. આમ, રાજમાન્ય અને પ્રજામાન્ય એ પંડિતવય જ્યારે પિતાનાં માતાજીને પગે પડે છે, ત્યારે તેમને માતા પાસેથી એક જુદી જ પ્રેરણા મળે છે. માતાના ઉપદેશથી મહાનું જૈન આગમ “દૃષ્ટિવાદનું અધ્યયન કરવા તેઓ પ્રેરાય છે. માતા ઠેકાણું બતાવે છે ત્યાં-આચાર્ય મહારાજની પાસે “આર્ય રક્ષિત' જાય છે. એ આચાર્ય મહારાજનું નામ છે “તેસલિપુત્રાચાર્ય.” “દૃષ્ટિવાદ' ના અધ્યયન માટે આર્ય રક્ષિત દીક્ષા લેવા તૈયાર થાય છે. પણ તે ગુરૂ મહારાજને પિતાની પરિસ્થિતિ જણાવતાં કહે છે કે – ‘મારા પર કૃપા કરી, વિહાર કરી અન્યત્ર જવાય અને અન્યત્ર દીક્ષા અપાય તે સારૂં. કેમકે આ સ્થળે રહેતાં, મને એમ લાગે છે કે, રાજા અને નગરની પ્રજાને મારા પર બહ અનુરાગ હોઈ, તેઓ કદાચ મારી દીક્ષા ભંગાવી પણ નાંખે.” ‘આમ, આર્ય રક્ષિતને ઉપરોધ થવાથી આચાર્ય મહારાજ સપરિવાર તે પંડિતજીને લઈ અન્યત્ર વિહાર કરી જાય છે અને પછી તેમને દીક્ષા આપે છે.” આમાં આપણે જોઈ શક્યા છીએ કે, “આ રક્ષિત” પિતે પુખ્ત ઉમરના છે. તેમનાં સમ્યકત્વધારિણી, મુમુક્ષુ માતાએજ પુત્રને “દષ્ટિવાદ” ભણવા આગ્રહ કરેલે. માતાનીજ સમ્મતિથી “દૃષ્ટિવાદ” ભણવા જતાં પુત્ર દીક્ષા ગ્રહણ કરી. કંઈ વાંધાવચકે નથી. પિતાના વિરોધને પણ ઉલ્લેખ નથી. ફક્ત ઉપર બતાવ્યું તેમ, રાજા-પ્રજાને #હ જુઓ હેમચન્દ્રના પરિશિષ્ટપર્વમાં તેરમો સર્ગ અને ૭૮-૭૯-૮૦-૮૧ મા લૈકે. આવશ્યકણિના પ્રથમ ભાગમાં પણ (મુદ્રિત પુસ્તકના ૪૦૧ મા પૃષ્ઠથી) આર્ય રક્ષિતનું વર્ણન છે. અને ત્યાં તેમની દીક્ષાને “શબ્દારી કહી છે. હારિભદ્ર આવશ્યકવૃત્તિમાં પણ (પ્રથમ ભાગમાં ૩૦૨ મા પાને , એજ હકીકત નેંધાયેલી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy