________________
૨૦૯
થવામાં જ છે. જ્ઞાનીઓની શિખામણ છે કે, જીવનને કોઈ પણ ભાગ દીક્ષા વગરને ન જવા દઈએ. દીક્ષા વગરનું જીવન જીવન નથી એમ કહેવામાં કંઈ ખોટું નથી. જીવનને પ્રથમ ખંડ બ્રહ્મચર્ય—દીક્ષાથી જરૂર સંસ્કારિત હોવો જોઈએ. એ પછી ગૃહસ્થાશ્રમની જરૂર જણાય તે વિવાહ-દીક્ષા ગ્રહણ કરાય. ત્યાર બાદ ત્યાગ–માર્ગ. “મહાવત’ ગ્રહણ કરી શકાય તેમ ન હોય તે પણ મનુષ્યનું જીવન સત્ય, સંયમ, ત્યાગ, સેવા, સન્તોષ, દયા, પરોપકાર અને સદાચારના સુસંસ્કારો દ્વારા દીક્ષા સમ્પન્ન થઈ શકે છે. અને એ રીતે આત્મજીવનને વિકાસ સાધી શકાય છે, જીવનપ્રવાહ કલ્યાણ-પથ પર વહી શકે છે.
આત્મ-કલ્યાણના માર્ગમાં મહાવ્રત-દીક્ષાનું મુખ્ય સ્થાન છે. સર્વવિરતિ, સંન્યાસ, ચારિત્ર, વૈરાગ્ય, પ્રત્રજ્યા, પરિત્રજ્યા, ત્યાગ એ બધા પર્યાય–શબ્દો છે. એ બધા મહાવ્રતદીક્ષાના શબ્દ છે. “દીક્ષા” શબ્દથી વિશેષ અર્થમાં મહાવ્રત-દીક્ષા પણ લઈ શકાય છે.
| સર્વવિરતિ કે સંન્યાસ શું છે? અસલ તે એ આત્મપરિણામ-વિશેષનું નામ છે. સર્વવિરતિભાવ” એ એક પ્રકારનો આત્મભાવવિકાસ યા ગુણસ્થાનવિકાસ છે. એ આત્માની બહુ ઉન્નત દશા છે. એ એક ઉજવળ પ્રકારની માનસિક વસ્તુ છે. એ આત્મદશા આત્મવાદી સર્વ જગતે પિતાના મહાન આદર્શ તરીકે સ્વીકારી છે. એ વાટ વગર આત્મમેક્ષ ન સધાય એ આત્મવાદીને સમજાવવું પડે તેમ નથી.
પિતાના અન્તરંગ જીવનમાં આ આત્મદશા પ્રાપ્ત થવી એ એક વસ્તુ છે અને “દીક્ષા લેવી દેવી એ એક વસ્તુ છે. સવવિરતિ–ચારિત્ર કેઈ ચોક્કસ વેષવિન્યાસ સાથે ખાસ બંધાયેલું નથીએ અન્તરંગ આત્મ-જીવનની ઉજવળ દશા છે. એ અન્તરંગ ત્યાગરૂપ છે. એજ કારણ છે કે એની શુભ્ર પ્રભા બાહ્ય જીવન પર પણ પથરાયલી જ હોય. એટલે અન્તરંગ ત્યાગીનું બાહ્ય જીવન પણ ત્યાગ-ભાવથી સુશોભિતજ હેય.
દીક્ષાની બાહ્ય વિધિ ઉપયોગી છે. પણ બાહ્ય વિધિમાં દીક્ષા સમાઈ જતી નથી. દીક્ષા તે માનસિક જીવનમાં સધાય છે. દીક્ષા માટે માનસ-ક્ષેત્ર તૈયાર ન હોય તો વેષધારણ વિડમ્બનારૂપ છે અને કર્મકાંડમાં પણ શું ભલીવાર હેય! દીક્ષાનું ખરું રહસ્ય સમજાય તે વેષ ધારણમાં ઉતાવળ ન થાય. વગર વેષે ૫ણું ખરી દીક્ષા ૫માતાં અને તરી ગયા છે અને વેષ' છતાં, બાહ્ય વિધિ છતાં દીક્ષાના અભાવે અને સંસારમાં રખડ્યા છે. આ વસ્તુ જે સમજાય તો ધા–પ્રચારની ધનમાં જે ગડબડાધ્યાય ચાલે છે તે બંધ થતાં વાર ન લાગે.
વસ્તુસ્થિતિ તે એ છે કે, શિષ્ય ગુરૂને શોધવા નિકળે; પણ જ્યારે ગુરુઓ શિષ્યમેહમાં મસ્ત બની શિષ્યશેષ પાછળ ધમાલ ચલાવે ત્યારે પરિસ્થિતિ કેવું રૂપ પકડે એનું શોચનીય ચિત્ર આપણી સામે ખડું છે!
હવે આપણે અહીં વધુ ન રોકાતાં દીક્ષા-પદ્ધતિના સભ્યોમાં વિશેષ અવલોકન નિબન્ધમાં પ્રવેશ કરીને કરીએ.
–લેખક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org