________________
૨૦૫
એથીજ એ પુરુષ જ્યાં જ્યાં જાય છે ત્યાં સહુને સ્નેહ મેળવી શકે છે. સત્ય અને ત્યાગનું એ જવલન્ત દષ્ટાન્ત છે. એ મહાપુરુષના સન્ડેશને અનુસરવામાં દેશનું તે કલ્યાણ છે જ, પણ તેની પાછળ આખા જગતુનું પણ કલ્યાણ સમાયું છે. દેશની આબાદીમાં ધમની આબાદી છે એ વાત તમારા હૃદયપટ પર કોતરાઈ જવી જોઈએ. દેશની નિરાકુળ દશામાંજ બધા સમ્પ્રદાય અને ધર્મો સ્વસ્થ રહી શકે. એટલે દેશના તમામ ધર્મોના અનુયાયીઓએ પિતતાના ધમની ઉન્નતિ કરવાના ઈરાદે પણ દેશની આબાદીના સંગ્રામમાં જોડાવું જોઈએ. દેશહિતના કાર્યમાં અથાગ પિતાને વેગ આપ એ દરેક હિન્દીની ફરજ છે. ધમભેદની તકરારને એક બાજુએ મકી સહુથી પહેલાં દરેક હિન્દીએ સાચા હિન્દી બનવાની જરૂર છે, અને એ રીતે રાષ્ટ્રીય ભાવના પિષવાની આવશ્યકતા છે. જેનાથી બીજું કશું ન બની શકે, તે પણ જે પિતાને હિન્દી અને હિન્દી તરીકે પિતાને કત્તવ્ય-ધમ સમજતું હોય તો તેણે પિતાની માતૃભૂમિની ખાતર કમમાં કમ સ્વદેશીભાવનાને તે પિષણ આપવું જ જોઈએ. અને તેની દેશભક્તિનું રમ્ય ચિત્ર તેના શુદ્ધ ખાદી-પરિધાનમાં દેખાવું જોઈએ. તમે જમ્યા હિન્દમાં, તમારે દેશ હિન્દુસ્તાન, તમારી જનની ભારતભૂમિ, પછી તમે તેનું “ધ” પડતું મૂકી પરદેશના * દૂધ ” ને પસંદ કરે તે તમારી માતૃભક્તિ કેટલી અંકાય! તમારે તમારા દેશમાં બનેલી ચીજ પસંદ કરવી જોઈએ. દરેકે દરેક ચીજ સ્વદેશી મળે
ત્યાં સુધી પરદેશી તમારાથી વપરાયજ કેમ? તમે દયાળુ કહેવાઓ ! અને તમારા કરડે ભાઈ-બહેનના ચૂલા ભાંગી પરદેશી માલના પુજારી બને એ કેટલું અઘટિત છે? એમાં તમારો દયા-ધમ કેટલે નીચેવાય છે એને ખ્યાલ આવે છે? દેશદ્રોહના મહાપાપ તરીકે પરદેશી-મેહ છેડે અને દેશવાસી કરે દખિયા ભાઈ-બહેનોની દયા ખાતર સ્વદેશીનું પાલન કરવા કટીબદ્ધ થાઓ!
તને જીવનનું ધવત્વ સમજે. “સંસાર અસાર છે” એમ કહે છે, પણ “માયા' કયાં છટે છે! “માયા' પાછળ જીવનના સિદ્ધાન્તનું નિકન્દન કરવું એ કયાંની બુદ્ધિમાની! આયુષ્ય કેટલું ચંચલ છે અને ભવપ્રપંચ કે વિષમ અને ક્ષણભંગુર છે એ કયાં સમજાય છે ? માયાના મેહમાં આત્મા વલખાં મારતા હોય ત્યાં ધમ શું હોય ! જીવનને આદર્શ સમજે. લક્ષ્મી વગેરે કઈ સાથે આવવાનું છે ? પછી આ ધમાલ શાને? જીવવું થોડું અને તેફાન ઝાઝું! ગરીબમાં ગરીબ માણસ પણ જે સદાચરણવિભૂષિત હય, તેનું જીવન પવિત્ર ભાવના અને શુદ્ધ વત્તનથી પ્રદીપ્ત હોય તો તે એક બાદશાહ કરતાં પણ ઉંચું સ્થાન ધરાવે છે. પવિત્રતા એજ જીવનની સાચી વિભૂતિ છે. વિચાર અને આચારમાં જે મેલ હોય, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org