________________
૧૭૫
માણસેના ઉપદ્ર પર જરા પણ ધ ન કરતાં સંપૂર્ણ શાંતિપૂર્વક સત્યશોધમાં નિરન્તર ઉભે પગે મડે રહેનાર એ ક્ષમામૂત્તિ વેરતપવી
જ્યારે બાર વર્ષને છે. “પરબ્રહ્મ” ને પૂર્ણ સાક્ષાત્કાર મેળવે છે, ત્યારે, પછી તે નિરાંત વાળી બેસે છે. હવે તે કૃતાર્થ, કૃતકૃત્ય અને પૂર્વાત્મા બને છે.
પૂણ સમાધિની પૂર્ણ જયંતિથી પૂર્ણ જળહળને એ પૂર્ણ આત્મા હવે માનવ-મેદનીની વચ્ચે આવી ખડો થાય છે. અને ધર્મસર્જેશ સુણાવે છે. વિશ્વ હિતને કલ્યાણમય આદર્શ જગની સન્મુખ રજુ કરી પછી એ મહાપ્રભુ “પરબ્રહ્મસ્વરૂપ” માં લીન થઇ જાય છે.
નમન છે ! એ પરમ વીતરાગ પરમપુરષોત્તમ દેવાધિદેવને !
આત્મજ્યતિને પૂર્ણ પ્રકાશ મેળવ્યા પછી તે મહાન પ્રભુ • મગધ દેશની વિશાળ ભૂમી પર પ્રજાની સામે જ્ઞાનની જ્યોત ધરે છે. એમાંથી મહાન્ કાન્તિ ઉત્પન્ન થાય છે. એ કાન્તિ ગુરૂદમવાદનાં ઉન્માદી ગાડાં ઉધાં વાળી નાખે છે, ધર્મનાં ઠગારા પાખડોને સળગાવી મૂકે છે, કર્મ કાંડની અજ્ઞાન જાળને વીંખી નાખે છે, ઉચ્ચ-નીચની ભેદભાવનાઓને ફગાવી દે છે અને ઉન્નતિના ક્ષેત્રમાં સ્ત્રી-પુરુષ બેઉને સમાન હક્ક આપે છે. એ કાન્તિથી હિંસાવાદના રોગચાળા” પર જબ્બર ફટકો પડે છે અને અહિંસાધર્મને ધર્મધ્વજ ફરકવા માંડે છે.
ભગવાનના પ્રવચનનું સારભૂત રહસ્થ રાગ-દ્વેષને શમન કરવામાં છે. ધર્મનું સ્થાન એક માત્ર આત્મશુદ્ધિમાં છે. ચિત્તના દોનું પ્રક્ષાલન એનું નામજ ધર્મ-સાધના. જૈનદર્શનને એ સપષ્ટ મુદ્રાલેખ છે કે –
“નાશા સિતાર
न तर्कवादे न च तत्त्ववादे । न पक्षसेवाश्रयणेन मुक्तिः
कपायमुक्तिः किल मुक्तिरेव" ।। – દિગમ્બર થઈ જવામાં કે વેતામ્બર થઈ જવામાં મુક્તિ નથી. તકવાદમાં કે તત્વવાદમાં મુક્તિ નથી. પક્ષ-સેવામાં કે મત-પુષ્ટિમાં મુક્તિ નથી. કિન્તુ કષાયથી રાગદ્વેષથી, કેપ-લભ-મદ-માયાથી મુક્ત થવામાં જ મુક્તિ છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org