SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ જૈનવિભાગ અને શત્રુંજય માહાત્મ ભાવને સંભળાવે છે. ભાવડ તેમાં શત્રુંજય તીર્થના ઉદ્ધાર કરનાર તરીકે પિતાનું નામ સાંભળી આશ્ચર્ય પામે છે અને ઉત્કંઠાસર પૂછે છે કે એ ભાવડ હું કે કેઈ બીજે. મુનિઓ પિતાના જ્ઞાનથી જોઈ તેને કહે છે કે તે ભાવડ તમે જ છે. પછી ભાડે તે મુનિઓના કહેવા પ્રમાણે ઘેર જઈ ઉપવાસ શરૂ કર્યા. ત્યાગ અને તપસ્યા એ આપણા આર્યાવર્તનું મુખ્ય શસ્ત્ર છે. તેના બળથી અને તેની શક્તિથી ગમે તેવા જાલિમને પણ નમાવવો સહેલ છે. આપણા પૂર્વના ઋષિમુનિઓએ ત્યાગ અને તપસ્યાના બળથી ઈદનાં ઇંદ્રાસન પણ ડોલાવ્યાં છે. તો પછી ભાવટે એક માસના ઉપવાસ કર્યા તે તેને કેમ નિષ્ફળ જાય છે તેને દૈવી સહાય મળે તેમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી અને દૈવી સહાય માગી એટલે ચક્રેશ્વરી દેવી ત્યાં સાક્ષાત પધાર્યા અને તેને સહાય આપી. ભાવડ દેવીની સહાયતાથી તક્ષશિલાથી આદિનાથ પ્રભુની સુંદર પ્રતિમા લઈ તે સહિત વહાણમાં બેસી મધુમતિ (મહુઆ) આવ્યો. હવે ભાવડને ભાગ્યરવિ મધ્યાહ્ન લગભગ આવી પહોંચ્યા. પિતે મહુઆ આવ્યા કે થોડા દિવસ પછી તેનાં પહેલાંનાં માલ ભરીને ગયેલાં વહાણે પણ આવ્યાં. આ બાજુ જ્યારે કીંમતી ભરેલાં વહાણે આવ્યાં ત્યારે બીજી બાજુ બાલબ્રહ્મચારી પ્રખર વિદ્વાન આચાર્યવર્ય શ્રી વ્રજસ્વામી ત્યાં પધાર્યા. વહાણ અને આચાર્ય આવ્યાની વધામણું એક સાથે તેની પાસે આવી. તેને વિચાર થયો કે પહેલાં આચાર્ય પાસે જાઉં કે વહાણની ખબર કહાડવા જાઉં ? આ સંબંધે ખુદ રાસકાર બહુ સારી રીતે વર્ણન કરે છે તે તેમના શબ્દોમાંજ જણાવું તે વધારે ઉચિત ગણાય. બીજે દ્વાદશ વરસને, પ્રાતે આવ્યા પિત કહિ આનંદ ઉપજાવિયે, કનકધાતુ ભૂત પ. તેણે ચિત્ત લાવિઓ તે ચિંતિવયે એમ પાપકર લક્ષ્મી કિહાં, કિહાં મુનિ પૂજ્ય સુપ્રેમ. ચિંતે ભવડ મનમાંહિ, ધરમ તણી કરણ સારીઓ, બીજે નહિ તે કઈ રે પહિલી નમિસ્યું વ્રજમુનિને, સુણસુ તેહની વાણીરે, તેહના દરમણથી તે આવશ્ય, લખમી પિણિ પંચાણુરે ચિં ૨ એવો ચિંતવી ઉત્તમ નરને, જંગમ તીરથ અવેરે મહા મહેછવ લોક સંઘાત, વદિસી ભવડ ભાવેરે. ચિં. ૩ આવી રીતે તે લક્ષ્મીને તુચ્છ ગણી આચાર્યને વંદવા જાય છે અને ત્યારપછી વહાણ ઉતારવા જાય છે. આચાર્યશ્રીએ તેને શત્રુંજય તીર્થના ઉદ્ધાર માટે ઉપદેશ આપ્યો. આચાર્યશ્રીના સચોટ ઉપદેશથી પ્રતિબધ પામી મહાન સ ધ કહાડી આચાર્ય સહિત પિને શત્રુજય ગયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy