SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ મહાકવિ ધનપાલ ૪૩ મહાકવિ ધનપાલ વિક્રમના તેરમા સૈકામાં જૈન સાહિત્યનો સૂર્ય ગગન મળે ઉપર ચડે. જૈન સમર્થ કવિઓ ભારતવર્ષના ભૂષણરૂપ વિદ્યમાન હતા. તેઓમાં મહાકવિ ધનપાળ અને શોભન મુખ્ય હતા. તેઓ બંને ભાઈ થતા હતા. તેઓ ઉદારચરિત ભોજ રાજાના સમયમાં થઈ ગયા. ધનપાળની કાવ્ય ચમત્કૃતિ અભુત હતી. તેણે જૈન ધર્મના ઘણું ગ્રંથો રચ્યા છે. તેના દરેક ગ્રંથમાં તેની બુદ્ધિનું ચમત્કાર ભરેલું ચાતુર્ય પ્રકાશી નીકળે છે. ધનપાળની કવિતામાં કોઈ અનેરા એજિસ સ્થળે સ્થળે ઝબકી રહેલ છે. તેની અદ્ભુત પ્રતિભા, તેની લોકોત્તર કવિત્વશક્તિ આદી ગુણે તેના કાવ્યના વાચકને રસમન બનાવી દે છે. ભોજરાજ સંસ્કૃત સાહિત્યનો અતિ પ્રેમી હતા. તે સ્વયં સારો કવિ પણ હતું. તેની સભામાં આર્યાવર્તના બધા ભાગોમાંથી કવિઓ અને વિદ્વાનો આવતા અને પોતાનું પાંડિત્ય પ્રદર્શન કરી રાજા અને સભાજનોનું ચિત્ત આકર્ષણ કરતા. રાજા પણ તેમને યોગ્ય સત્કાર આપી પ્રજાનું મનરંજન કરતો. તેના આશ્રય હેઠળ સંખ્યાબંધ કવિઓ વિદ્વાનો રહેતા અને સાહિત્યની સેવા કરી યશોરાશિને મેળવતા. મહાકવિ પદ્મનાભ વિદ્વાનની સભાને પ્રમુખ હતા અને ભજનો ગાઢ પ્રેમી હતા. બાલ્યાવસ્થાથી ભેજ અને ધનપાલ મિત્ર હતા. ધનપાળના પ્રખર પાંડિત્ય ઉપર મુગ્ધ થઈ મુંજરાજે તેને જ “સરસ્વતીનું ગૌરવસૂચક બિરૂદ આપ્યું હતું. ધનપાલ પ્રથમ વૈદીક ધર્માવલંબી હતો અને પાછળથી તે જૈન ધર્માવલંબી થયો હતો. તેનું જન્મ સ્થળ ધારાનગરી હતું. તેના પિતાનું નામ સર્વદેવ હતું અને તે પણ ચુસ્ત બ્રાહ્મણ હતો. એક વખત ધારાનગરીમાં પ્રસિદ્ધ વિદ્વાન શ્રી મહેન્દ્ર સૂરિ પધાર્યા અને તેમને ઉપદેશ સાંભળવા સર્વદેવ દરરોજ આવતા ૧. પછી અમુક કારણસર તેણે પોતાના પુત્ર શોભનને શ્રી મહેન્દ્ર સૂરિને વહોરાવ્યો. જો કે આ કામ શોભનની ઈચ્છાથી જ થયું હતું પરંતુ ધનપાલને ખોટું લાગવાથી તેણે ભોજરાજાને કહી ધારાનગરીમાં સાધુઓને આવવાને રસ્તો જ લગભગ બંધ કરાવ્યો. બીજી બાજુ ધનપાલન ભાઈ શબને દીક્ષા લઇ પોતાના ગુરુ પાસે અભ્યાસ કરી પ્રખર વિદ્વાન થયા. તેમના ગુરુએ તેમની ગ્યતા જોઈ આચાર્ય પદવી આપી. હવેથી શેભમુનિ શોભનાચાર્યના નામથી પ્રસિદ્ધ પામ્યા. તેમની વક્તત્વ શક્તિ બહુ અસાધારણ હતી. તેમની શકિતની કીર્તિ દેશદેશ ફેલાવા લાગી. ધારાનગરીના જેન સંધે પણ તેમનો આ કિર્તિનાદ સાંભળ્યું. તેમને ઈચ્છા થઈ કે શોભનાચાર્ય અત્યારે પધારે તો સારું. તેમને વિનંતિ કરવાને માટે સંધના શેઠીને તેની પાસે મોકલ્યા. શોભાનાચાર્ય ગુરુ આશા લઈ ધીમે ધીમે ત્યાં આવ્યા. શોભન મુનિની અસાધારણું વકત્વ શક્તિથી ધારા ૧ જૈન સમાજમાં આને માટે એક દતકથી ચાલે છે પરંતુ મને તેમાં વજુદ નહિ લાગવાથી મેં સ્થાન નથી આપ્યું. કેટલાએક લકે તેને મહત્વની ગણે છે પરંતુ કદાચ આમ પણ બન્યું હોય કે એક વાતમાં બીજી વાતને કેળભેળ થઈ ગયો હોય કે જેથી, વાચકને કે લેખકને માન્ય ન થાય.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy