SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કવિઓ રાજર્ષિ તરીકે ઓળખાય છે. ) હસ્તશીને અનિશત્રુ, ઋષભપુરના ધનવાહ, વીરપુરનેા વીરકૃમિત્ર, વિજયપુરના વાસવદત્ત, સૌગ ંધિકને અપ્રતિહત, કનકપુરના પ્રદીપચંદ્ર, મહાપુરના અલ, સુધાષતિ અર્જુન, અને શાકેતપુરના રાજા દત્ત ત્યાદિ અનેક રાજાએ શ્રી મહાવીર પ્રભુના સમયમાં મઢાવીર ભક્ત-ચુસ્ત જૈન હતા. આ બધા રાજાની આળખાણ જૈન સૂત્રમાં કરાવી પરંતુ મને તે જોવાના સમય નહિ મળવાથી હું આ રાજાએની ઓળખાણ નથી કરાવી શક્યા. આ સિવાય ત્યાર પછી બૌદ્ધ સમ્રાટ્ અશાકને પૌત્ર ચક્રવર્તિ સંપ્રતિ ( સપષ્ટ ) મહાન્ ચુસ્ત જૈન રાજા હતા. તેણે જૈન દર્શીનની ઉન્નતિમાં બહુ કીંમતી મદદ આપી છે કે જેની એળખાણ મે` ટુંકાણમાં કરાવી છે. તેમ જ વીર વિક્રમ શ્રી સિદ્ સેન દિવાકરના ઉપદેશથી ચુસ્ત જૈન થયેા હતેા. ત્યાર પછી અપ્પભટ્ટ સરના ઉપદેશથી ગ્વાલીયરના આમરાજા જૈન થયા હતા. આ અને ખીજા ઘણા જૈન રાજાએ છે જેએએ જૈન ધર્મની ઉન્નત પાછળ પેાતાના રાજ્યની પણ દરકાર કર્યાં સિવાય પુષ્કળ ફાળા આપ્યા છે. આ બધા મહારાજાનાં જીવન ચરિત્ર મને નથી મળ્યાં. સમય મળ્યે જૈન રાઆનાં જીવન ચરિત્ર આપવાની વૃત્તિ છે. છેલ્લા જૈન રાજા “ મહારાજાધિરાજ પરમાત ” કુમારપાલ કે જે શ્રીહેમચંદ્રસુરિશ્વરના ઉપદેશથી ચુસ્ત જૈન થયા હતા તે રાજર્ષની મેં એળખાણુ કરાવી છે. જૈન મંત્રીએ!માં બુદ્ધિનિધાન શ્રી અભયકુમાર મંત્રી કે જેએ! શ્રી મહાવીર સ્વામીના પરમ ભક્ત હતા અને મહારાજા શ્રેણીકના મુખ્ય મત્રી હતા, તેઓનું જીવન ચરિત્ર જૈન સમાજમાં બહુ હર્ષોંથી ગવાય છે. સમયે ગુર્જર સાક્ષરને તેની આળખાણ કરાવીશ. આ સિવાય નવમા નંદના મહામાત્ય શકટાલ ( શકડાલ ) મંત્રી ( સ્થુલીભદ્રજીના પિતા) અને તેમને પુત્ર મહામંત્રી સિદ્િયક ( શ્રીયક ) તેમ જ ગુજરાતમાં વનરાજથી માંડી ડેડ વીરધવલ સુધી ઓછાવત્તા પ્રમાણમાં જૈનેએ મત્રીપણું ભાગવ્યું છે. તેમાં મુખ્ય મંત્રીઓમાં વનરાજને મંત્રી ચાંપે! કે જેણે ગુજરાતની ગાદી સ્થાપવામાં વનરાજને અણુમેાલી મદદ કરી હતી. ત્યારપછી એસવાલકુલતિલક શ્રી વિમલમ`ત્રી કે જેમની એાળખાણુ મેં કરાવી છે અને જેણે માળવાના ભેાજની પ્રતિસ્પર્ધીમાં ગુજરાતને! ગબહુ સારી રીતે સાચવ્યા હતા અને જેમણે આણુનાં જગસિદ્ધ જૈન મંદિરા બંધાવી ગુજરાતને બલ્કે હિંદુસ્તાનને ગૌરવવાન બનાવ્યું છે; તેમ જ ગુજરાતના નાથ સિદ્ઘારાજદેવના મહામાત્ય મુંજાલ કે જે પાકકા મુસદ્દી અને મહાન યોદ્દા હતા અને ચુસ્ત જૈન હતા. આ સિવાય ઉદાયનમંત્રી, સૌરાષ્ટ્રના અધિપતિ સજ્જન તેમ જ તેના પુત્ર પરશુરામ, સહારાજના ધર્મપુત્ર ચાહડ ( ઉદાયન મંત્રીના પુત્ર ) આદિ ચુસ્ત જૈન હતા. તે અહિંસાના પરમ ઉપાસક હતા છતાં તીક્ષ્ણ ક્લમની માફક હાથમાં ઉઘાડી તરવાર લઇ રણુાંગણમાં વીર યેદ્દાની માક લડયા હતા અને ગુજરાતનું ગૌરવ સદાને માટે ટકાવ્યું હતું. કુમારપાલનેા મંત્રી વાગ્ભટ, બાહુડ, આત્રભેટ આદિ પણ ચુસ્ત જૈન હતા. તેમણે શત્રુંજયતીના મંદિરના ઉદ્દાર કરાવ્યા હતા. આ સિવાય વીરધવલના મંત્રી વસ્તુપાલ તેજપાલ પણ પ્રસિદ્ધ છે કે જેમની એળખાણ મે ટુંકાણમાં કરાવી છે. તેઓએ ગુજરાતની એલવાઇ જતી વીરતાને સતેજ બનાવી હતી—કરી હતી. આ બન્ને ભાઈઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy