________________
કર્મ સંબધી જન સાહિત્ય
(૨૧) આ જીવને સંસારમાં રહેવું પડે છે. સર્વ કર્મને ક્ષય થાય ત્યારે જ પ્રાણ મુક્તાવસ્થા-સિદ્ધાવસ્થા પામે છે.
કર્મપ્રકતિ–નામના ગ્રંથમાં આઠ કરણને ઉદય, સત્તા–એમ દશ પ્રકરણે છે. આઠ કરણ ખાસ જાણવા જેવા છે. તેના નામ-૧ બંધન, ૨ સંક્રમણ, ૩ ઉદીરણા, ૪ ઉપશમના, ૫ ઉદ્વર્તન, અપવર્તના, ૭ નિધત્તિને નિકાચના છે. આ આઠેનું સ્વરૂપ તે ગ્રંથમાં તે ઘણું વિસ્તારે આપેલું છે. અહીં તે માત્ર તેનું ટુંકુ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે, કે જે જાણવાથી વધારે જાણવાની અભિલાષા થાય તે તે ગ્રંથ વાંચવા પ્રયત્ન કરે.
૧ બધન–જીવનું કર્મની સાથે બંધાવું એકરૂપ થઈ જવું તે. - ૨ સંક્રમણ—અધ્યવસાયના ફેરફારથી-શુભના અશુભ થઈ જવાથી અને અશુભના શુભ થઈ જવાથી પૂર્વે બાંધેલા શુભ કર્મો અશુભ કર્મપણે સંક્રમે છે અને અશુભ કર્મો શુભપણે સંક્રમે છે તે. (બીજી રીતે બીજા કારણથી પણ કર્મોનું સંક્રમણ થાય છે. ) ' ૩ ઉદીરણ તેનું લક્ષણ ઉપર બતાવેલું છે અર્થાત ઉદયમાં આવવાની સ્થિતિ થયા અગાઉ ઉદીરણ કરીને કર્મોને વહેલા ઉદયમાં લાવવા તે.
૪ ઉપશમના–ઉદયમાં આવેલા કને પ્રદેશ વેદના અને અનુદય કમને ઉદય આવતાં રેકવા તે ઉપશમના કહેવાય છે. જે કર્મ પ્રકૃતિની ઉપશમના કરી હેય તે વિપાક ઉદયે વેદાતી નથી.
પ ઉદ્વર્તના–શુભ અથવા અશુભ અધ્યવસાયની તીવ્રતાથી પૂર્વબદ્ધ કર્મોના રસમાં ને સ્થિતિમાં વૃદ્ધિ થાય તે.
૬ અપવર્તના–શુભ અથવા અશુભ અધ્યવસાયની તીવ્રતાથી પૂર્વબદ્ધ કર્મોના રસમાં ને સ્થિતિમાં હાનિ થાય-ઘટાડો થાય તે. * ૭ નિધત્તિ—અધ્યવસાયની તીવ્રતાથી–પૂર્વે કરેલા શુભ અથવા અશુભ કાર્યની વધારે વધારે ચાયણ-પ્રતિયણ કરવાથી પૂર્વે બાંધેલા શુભ કે અશુભ કર્મોને વધારે દઢ-મજબુત કરવા તે.
૮ નિકાચના–ઉપર જણાવેલા કારણની જ વધારે પુષ્ટતા કરવાથી પૂર્વે બાંધેલા કર્મો અવશ્ય જોગવવાંજ પડે, ભગવ્યા વિના છુટકેજ ન થાય એવા કરવા તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org