SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૬ ) કુંવરજી આણંદજીનું ભાષણ પ્રથમ કમરહિત આત્માને પછી કમ લાગ્યા એમ કહેવામાં આવે તે કર્મ રહિત થયેલા–મુક્તિ પામેલા સિદ્ધના જીવોને પણ કમને સંભવ થાય; પરંતુ કારણ વિના કાર્ય બનતું નથી તેમ જીવને પણ પૂર્વકર્મ કારણરૂપ છે અને તેથીજ નવા કર્મ બંધાય છે. કર્મરહિત હોય તે પૂર્વકમરૂપ કારણ વિના નવા કર્મ બંધાય જ નહીં. આ વાત ન્યાયથી પણ સિદ્ધ થાય તેવી છે. આત્મા (જીવ) અને કમ બને અનાદિ છે. તેની આદિ માનવાથી અનેક પ્રકારના દૂષણે પ્રાપ્ત થાય છે. તે અહીં વિષયાંતર થઈ જવાના કારણથી બતાવવામાં આવેલ નથી. બાકી તેના અનાદિપણાની સિદ્ધિ માટે જેનશાસ્ત્રમાં ઘણું લખાયેલ છે. આ જગતની જે રચના છે, જે વિચિત્રતા છે, પ્રાણી જે સુખ દુઃખ પામે છે, અનેક પ્રકારના ધાર્યા અણધાર્યા ફેરફાર થાય છે, તે બધા કર્મને આભારી છે. કર્મને લઈને જ થાય છે. આ જીવ તેમજ સર્વ જી કોઈપણ એનિમાં જન્મ ધારણ કરે છે ત્યારથી તેની જે પ્રગતિ થાય છે તેમાં ખાસ કારણ કર્મ જ છે. કંઈપણ કર્મના કારણ સિવાય બનતું જ નથી. કર્મની પ્રક્રિયાને જે બરાબર સમજે છે તેને એમાં કોઈપણ આશ્ચર્ય થતું નથી. તેને તે સૂર્યના પ્રકાશની જેમ આત્મામાં એ પ્રકાશ પડી જાય છે કે તેની અંદર બધી હકીક્તને અત્યંત સ્કુટપણે ભાસ થાય છે. - કેટલાએક દર્શનકારે અથવા બીજાઓ કર્મની જ આવશ્યકતા સ્વીકારતા નથી. તેમણે એજ વિચાર કરવાને છે કે-જે કર્મ ન હોય અને તેનું શુભાશુભ પરિણામ ન હોય તો એક જીવ સુખી ને એક દુઃખી, એક ધનવાન ને એક નિર્ધન, એક રાજા ને એક રાંક, એક મનુષ્ય ને એક પશુ, એક સ્ત્રી ને એક પુરૂષ, એક રૂપવંત ને એક કુરૂપી, એક સદ્દગુણ ને એક દુર્ગુણ, એક બુદ્ધિશાળી ને એક મૂખ, એક સન્માનપાત્ર અને એક નિર્જછનાનું પાત્ર ઈત્યાદિ અનેક પ્રકારને દ્વિર્ભાવ દેખાય છે તે કેમ બની શકે? તેમજ એકજ માણસ એક ક્ષણમાં સુખીને દુઃખી થઈ જાય, નિરોગીને રેગી થઈ જાય, શુદ્ધિમાન મટીને બેશુદ્ધ થઈ જાય ઈત્યાદિ આકસ્મિક ફેરફાર પણ કર્મ વિના સંભવેજ નહીં; માટે કર્મની અવસ્થિત માનવા યોગ્ય જ છે. દરેક દર્શનકાર એક કે બીજે રૂપે પણ કમને માને તે છે. તેને માન્યા વિના છુટકે થતું નથી. બૈધે કર્મને વાસનારૂપ માને છે, તૈયાયિક ને વૈશેવિક તેને આત્માના ગુણ ધર્મ અધમ રૂપે માને છે, સાંખ્ય કર્મને પ્રકૃતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy