SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ન્યાયને કમિક વિકાસ. આ બે આચાર્યોની વિશિષ્ટતા છેડામાં આ પ્રમાણે બતાવી શકાય. સમતભદ્ર પિતાના દરેક ગ્રંથોમાં જૈન દર્શન, તેના પ્રણેતા અન્ન અને તેને મુખ્ય સિદ્ધાંત અનેકાંત એટલાં તત્ત્વોની તર્ક પદ્ધતિએ ઓજસ્વિની પ્રવાહબદ્ધ સંસ્કૃત ભાષામાં સૂક્ષ્મચર્ચા કરે છે અને સાથે સાથે અન્ય દશને, તેના પ્રણેતાઓ અને એકાંતને સો પહાસ પ્રતિવાદ કરે છે. તેઓની ઉપલબ્ધ કૃતિઓ જોતાં એમ જણાય છે કે, સમંતભદ્ર તર્કસિદ્ધ દાર્શનિક મિમાંસા કરવામાં સિદ્ધહસ્ત હતા. સિદ્ધસેન દિવાકરે પણ જૈન દર્શન, તેના પ્રણેતા તીર્થકર અને સ્વાદ્વાદ એ વિ યોની તાર્કિક પદ્ધતિએ પ્રતિષ્ઠા કરવા સાથે અન્ય દર્શનેને સપરિહાસ નિરાસ કર્યો છે. તેઓની મધુર અને પ્રાસાદિક સ્વત:સિદ્ધ સંસ્કૃત ભાષાને પદ્યપ્રવાહ જોઈ આચાર્ય હેમચ તેઓને કવિશ્રેષ્ઠ જણાવવા “ અનુસરે જાય ? એ ઉદાહરણ ટાંકયું છે. સિદ્ધસેને જેન ન્યાયનું વ્યવસ્થિત સ્વરૂપ બાંધી તેને સંક્ષેપમાં અભ્યાસ કરવા ઈચ્છનાર માટે ન્યાયાવતાર નામનો એક નાનકડે પદમય ગ્રંથ રચ્યા છે. જેની મર્યાદાને આજ સુધીના સમગ્ર પ્રસિદ્ધ વેતાંબર દિગંબર વિદ્વાને અનુસર્યા છે. તે સિવાય તત્કાલીન સમગ્ર ભારતીય દર્શને સંક્ષેપમાં પણ મિલિક અભ્યાસ કરવા ઈચ્છનાર માટે તે તે દર્શનનું યથાર્થ સ્વરૂપ બતાવનારા પદ્યમય ગ્રંથે રહ્યા છે અને તે રીતે આચાર્ય હરિભદ્રને પદર્શન સમુચ્ચય રચવાની અને માધવાચાર્યને સર્વદર્શન સંગ્રહ રચવાની કલ્પનાને ખેરાક પૂરે પાડ્યો છે. તત્કાલીન ભારતીય સમસ્ત દર્શનનું નિરૂપણ કરનાર બીજી કઈ કૃતિ તેનાથી પ્રાચીન ન મળે ત્યાં સુધી દર્શન સંગ્રહ કરવાનું પ્રાથમિક ગરવ સિદ્ધસેનને આપવું જોઈએ. સિદ્ધસેનની એક વેદવાદ દ્વત્રિશિકા જોતાં એમ તુરત ભાસે છે કે, તેમણે વેદ અને ઉપનિષો મલિક તેમજ તલસ્પર્શી અભ્યાસ કરે. સિદ્ધસેન દિવાકરને પ્રસિદ્ધ ગ્રંથ સમ્મતિતર્ક છે, જે પદ્યમય પ્રાકૃતમાં ત્રણ ભાગમાં કુંદકુંદના પ્રવચન સારની પેઠે પૂરે થયેલ છે. આ ગ્રંથ ઉપર Aવેતાંબર અને દિગંબર એમ બને આચાર્યોએ ટીકાઓ રચી છે. તેમાં વર્ણવેલા સિદ્ધાંતે એટલા સતર્ક અને હૃદયગ્રાહી છે કે, આગળના આચાર્યો પણ તેથી વધારે મૂળ વસ્તુ કહી શક્યા નથી. સમંતભદ્રની ઉપલબ્ધ કૃતિઓમાં સિદ્ધસેનના ન્યાયાવતાર જેવી કે વૈદિક છએ દર્શન અને બોદ્ધ દર્શનનું નિરૂપણ કરનાર બત્રીશીઓ જેવી કઈ કૃતિ નથી. વાંચકેએ સિદ્ધસેનની ઉપલબ્ધ એકવીશ બત્રીશીઓ અને સમંતભદ્રની આતમિમાંસા, યુકત્યનુશાસન અને સ્વયંભૂસ્તોત્ર એ એક સાથે સામે રાખી અવેલેકવાં, જેથી બંનેનું પરસ્પર સદશ્ય અને વિશેષતા આપેઆપ ધ્યાનમાં આવશે. બીજા ભાગનું પલ્લવિત કાળ એ નામ રાખ્યું છે, તેને અભિપ્રાય એટલો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy