SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ કવિવર સમયસુન્દર ૧૬૩ ખંડ નાગડ ગેત્રના સંઘનાયક સૂરશાહના આગ્રહથી રચ્યા છે. આ રાસ અતિ સુંદર અને રસમય છે. મદરેખા (મયણરેહા) સંબંધી આખ્યાન ત્રીજા ખંડમાં અંતર્ગત થાય છે. મુંબઈના શ્રાવક ભીમસી માણેકે આ મુદ્રિત કરેલો છે. ચાર પ્રત્યેક બુદ્ધ પર તિલકાચાર્યત ૨૧૫ પત્રમાં, ૧૧૩૮ કમાં, ૬૦૦ થક અને ૩૫૦ શ્લોકમાં રચાયેલી એમ ચાર પુસ્તકરૂપે કથાઓ જૈન ગ્રંથાવલીમાં નોંધાઈ છે. ૫ પિષધવિધિ સ્તવન. (એક નાની કવિતા) સં. ૧૬૬૭ માગશર સુદ ૧૦ ગુરુ. મરેટમાં. ૬ મૃગાવતી ચરિત્ર રાસ-ચેપ . સં. ૧૬૬૮ મુલતાનમાં. વદેશની રાજધાની કૌશામ્બીના રાજા શતાનીકની રાણી અને ઉદાયનની માતા મૃગાવતી પતિ પોતાના પુત્રને સગીર મૂકી સ્વર્ગસ્થ થતાં પિતે રાજ્ય ચલાવે છે તે વખતે તેના પર આસક્ત બની અવંતીનો રાજા ચંપ્રદ્યોત આક્રમણ કરે છે, પણ તેને સમજાવી રાજ્યને દુર્ગઆદિથી પ્રબલ કરી આખરે મહાવીર ભગવાન પાસે પિતે દીક્ષા લે છે. આ પ્રમાણે શીલ સાચવી પુત્રહિતાર્થે રાજ્યવ્યવહાર કરી ધર્મ વૈરાગ્ય પામી મુક્તિ મેળવે છે, તે જૈન સતી પર આ સુંદર આખ્યાન છે. જુદી જુદી ગુજરાતી, મરૂધરની, સિંધી, પૂર્વની નવી નવી ઢાળામાં ત્રણ ખંડોમાં આ “મેહનવેલી’ ચેપઈ રચેલી છે. પ્રથમ ખંડમાં ૧૩ ઢાળ, ગાથા ૨૬૬ અને બીજામાં પણ ઢાળ ૧૩, ગાથા ૨૬૬, ત્રીજામાં ઢાલ ૧૨, ગાથા ૨૧૧ છે. મૂળ જેસલમેર નિવાસીને મુલતાનવસતા રીહડ ગેત્રના કરમચંદ શ્રવક વગેરે માટે મુલતાનમાં કે જ્યાં “સિંધુ શ્રાવક સદા સોભાગી ગુરગચ્છ કેરા બહુરાગી” સિંધી શ્રાવકે વસતા હતા ત્યાં રચેલ છે. આ રચનાની પહેલાં પોતે સાંબપ્રધુમ્નની ચોપાઈ રચી હતી એવું આના મંગલાચરણમાં જે જણાવ્યું છે. ૭ કર્મ છત્રીશી-1” સં. ૧૬૬૮ માહ સુદ ૬ મુલતાનમાં ૩૬ કડીનું કર્મવશ સર્વ જીવ છે એમ જણાવી તે માટેનાં દૃષ્ટાંત આપ્યાં છે. (પ) પંદન સ્તુતિ સ્તનાદિ સંગ્રહ પુના.) ૮-૧૦ પુણ્ય છત્રીશી (સં. ૧૬૬૮ સિદ્ધપુર) શીલ છત્રીશ. સ. ૧૯૬૯ અને સંતેષ છત્રીશી 1 દરેકમાં ૩૬ કડી ૧૧ ક્ષમા છત્રીશી P નાગેરમાં. ( આદર છવ ક્ષમા ગુણ આદર એથી શરૂ થતું ૩૬ કડીનું પ્રસિદ્ધ કાવ્ય.). ૧૨ સિવ સુત પ્રિયમેલક રાસ. ૨૩સં. ૧૬૭૨ મહેતામાં. ૨૩ આમાં પ્રાચીન સુભાષિત મૂકેલ છે કે – યતઃ-ધરિ ઘોડો નંઈ પાલે જય, ઘરિ ધણ ને ઘઉં જાય, ઘરિ પલંક ધરતી સૂઈ, તિણુરી બઈયરિ જીવતાને રૂઈ. આની પ્રત મારી પાસે છે. પત્ર ૧૧. પંક્તિ ૧૩. બીજી પ્રતા ધોરાજીના સર્વ મહાવીર ભંડાર, તેમજ ગારીયાધરના, પાલણપુરના ભંડારોમાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy