SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ કવિવર સમયસુન્દર ૨૦ દશવૈકાલિક સૂત્રપર શબ્દાર્થ વૃત્તિ. ટીકા લા. ૩૩૫૦ સં. ૧૬૯૧ ખંભાતમાં. વૃત્તરત્નાકર વૃત્તિ સં. ૧૬૯૪ જાહેરમાં ૨૧ કલ્પસૂત્રપર કલ્પકલ્પલતા નામની વૃત્તિ લો. ૭૦૦ નવતત્ત્વપર વૃત્તિ. વીર ચરિત્ર સ્તવ નામના જિનવલભરિ કૃત રતવન પર ૮૦૦ લોકની ટીકા વીરતવ વૃત્તિ (કુરિયરય સમીર વૃત્તિ) સંવાદસુંદર ૩૩૩ ૦ ચાતુર્માસિક વ્યાખ્યાન. રધુવંશ વૃત્તિ ( પત્ર ૧૪૫ ). કવિ કાલિદાસકૃત રઘુવંશ નામને ગ્રંથ જનમાં સાહિત્ય અર્થે પઢાવવામાં આવતા અને તેથી તેના પર વૃત્તિઓ પણ જૈન સાધુઓએ અનેક કરેલી જોવામાં આવે છે. આ રીતે સંસ્કૃત ભાષામાં કૃતિઓ તેમણે કરી છે. વૃત્તિ-ટીકા ઉપરાંત અનેક ગ્રંથો સૂત્રો વાંચી તે સર્વેનું દિગ્દર્શન કરાવી તેમાં રહેલા વિસંવાદ શેધી પિતાનું બહુશ્રુતપણું દાખવ્યું છે. ગૂર્જર ભાષાની પદ્યકૃતિઓ. ૧ ચોવીશી (૨૪ તીર્થકરનાં સ્તવન) સં૦ ૧૬૫૮ વિજયાદશમી અમદાવાદમાં. આને કવિએ “ચતુર્વિશંતિ તીકરગીતાનિ એ નામ આપ્યું છે. આની શુદ્ધ પ્રત આણંદજી કલ્યા. હજી હસ્તકના પાલીતાણાના ભંડારમાં છે. ૨ શાંબપ્રદ્યુમ પ્રબંધ રચ્યા-સં. ૧૬પ વિજયાદશમી. ખંભાતમાં સ્તંભન પ્રાર્થનાથના પસાયથી. ભાષામાં મોટો ગ્રંથ રચવાને આ તેમનો પ્રયાસ છે એમ તે જણાવે છે. ૨. દશવૈકાલિક–સૂત્ર એ પ્રાચીન સયંભવ સૂરિકૃત જનાગમ છે તે પર પ્રસિદ્ધ હરિભદ્ર સૂરિએ ટીકા કરી છે. કર્તા કહે છે તેથી શિષ્યોને અર્થે શીઘધ થાય તે હેતુથી સુગમ કરી છે. (મુદ્રિત સં. ૧૮૭૫). ૨૧. કલ્પસૂત્રએ પણ પ્રાચીન, ભદ્રબાહુકૃત જૈનાગમ છે. આ પરની કર્તાની ટીકા ૦ જેકોબી (કે જેણે અંગ્રેજીમાં આ સૂત્રને અનુવાદ કરેલો છે. જુઓ સેક્રેડ બુકસ ઓફ ધ ઈસ્ટ) ના કહેવા પ્રમાણે જિનપ્રભમુનિએ કલ્પસૂત્ર પર રચેલી સંદેહવિષષધિ નામની ટીકાનો માત્ર સંક્ષિત સાર-abstractછે. આ જિનરાજરિ (કે જેનું સૂરિપદ સં. ૧૬૭૪થી મરણ સં૦ ૧૬૮૬ સુધી રહ્યું )ના રાજ્યમાં ને જિનસાગર સૂરિના યૌવરાજ્યમાં લૂણુકર્ણસર ગામમાં આરંભ કરીને તે જ વર્ષમાં ઔષારિણી પુરમાં પૂર્ણ કરેલ છે. તેથી આ રચના સં૦ ૧૬૭૪ થી ૧૬૮૬ ની વચમાં કરી છે કે તે દરમ્યાનમાં લૂણકર્ણસરમાંજ સં. ૧૬૮૫ માં પિતે હતા તે વિશેષ સંગ્રહનાં રચનાકાલ અને સ્થલ પરથી જણાય છે. તેથી આ રચના સં૦ ૧૬૮૫ માં જ પૂર્ણ થયેલી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy