SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ જૈનવિભાગ શિષ્યપરંપરા. હર્ષનંદન નામના એક વિદ્વાન શિષ્ય તેમને હતા. તે શિષ્ય સં. ૧૬૭૩ માં મધ્યાહન વ્યાખ્યાન પદ્ધતિ” તથા બીજે ગ્રંથ નામે “ઋષિમંડલ સ્તવ' (મહર્ષિ સ્તવ) ગાથા ૨૭૧ નું તેના પર ૪૨૦૦ શ્લોકની ટીકા રચેલ હતી. ખરતરગચ્છમાં લખ્વાચાથય નામનો આઠમે ગુચ્છભેદ બ૦ જિનસાગરસૂરિએ સં. ૧૬૮૬ માં કર્યો હતો તે ગચ્છને હર્ષનંદને ઘણે વધાર્યો. વિશેષમાં હર્ષનંદને, તથા ખ૦ સુમતિકલ્લોલ એ બંનેએ મળીને તૃતીય જૈન આગમ નામે સ્થાનાંગ પરની વૃત્તિમાંની ગાથાઓ પર લોક ૧૩૬ ૦૪ ની વૃત્તિ રચી હતી. સમયસુંદરના શિષ્યના શિષ્ય નામે હર્ષકુશલ ગણિ (ઉપાધ્યાય) હતા કે જેણે સમયસુંદરની ભાષાકૃતિ નામે ધનદત્તની પઈ પોતે સંશોધિત કરી હતી. સમયસુંદરની શિષ્ય પરંપરા અખંડપણે સં. ૧૮૨૨ સુધી તે ચાલી આવેલી હતી એ વાત સિદ્ધ છે. સં. ૧૮૨૨ ના માગશર શુદિ ૪ ના દિવસે તેમની શિષ્ય પરંપરામાંના આલમચંદે “સમ્યકત્વ કૌમુદી ચતુઃ૫દી'એ નામની પદ્યકૃતિ મણુંદાબાદમાં બનાવેલ છે તેમાં પિતાની પ્રશસ્તિ આપતાં જણાવે છે કે – યુગવર શ્રી જિનચંદ સુરીંદા, ખરતર ગ૭ દિશૃંદાજી. રીડ ગોત્ર પ્રસિદ્ધ કહેંદા સદ્ગર સુજસ લહંદાજી. પ્રથમ શિષ્ય તસુ મહા વેરાગી જિણ મમતા સહુ ત્યાગીજી. સકલચંદજી સકલ સહભાગી સમતા ચિત્તનું જાગીછ. તાસુ સસ પરગટ જગમાંહી સ૬ કઈ ચિત્ત ચાજી. પાઠક પદવીઘર ઉચ્છા સમયસુંદરજી કરંજી. તારું પરંપરમે સુવિચારી ભયે વાચક પદ ધારી. કુશલચંદજી બ હિતકારી તાસ શિષ્ય સુખકારી છે. સદ્ગમ આસકરજી સુહાયા જગમે સુજસ ઉપાયાજી, તારુ શિષ્ય આલમચંદ કાયા એ અધિકાર બણાયા. આ રીતે સમયસુંદરની શિષ્ય પરંપરામાં કુશલચંદ ઉપાધ્યાય થયા, તેના શિષ્ય આસકરણજી અને તેના શિષ્ય આલમચંદ. થંભણ–રથંભીક પાર્શ્વનાથ. હાલ ખંભાતમાં. તેની પ્રતિમા અભયદેવરિના સમયમાં પ્રકટેલી. અંતરિક્ષ પાર્શ્વનાથ–આકેલાથી લગભગ ૨૦ ગાઉ દૂર. અજાવર (અજાહરે) પાર્શ્વનાથ-કાઠિયાવાડના ઉના ગામ પાસે. અમીઝરે પાર્શ્વનાથ-દુઆમાં (પાલણપુર તાલુકો.) જીરાવલા પાર્શ્વનાથ (મારવાડ). નાદુલાઈ-મારવાડમાં. ગોડી પાર્શ્વનાથ-પારકરમાં. વરકાણુ પાર્શ્વનાથ–મારવાડમાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy