SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ કવિવર સમયસુન્દર ૧૧ કવિવર સમયસુન્દર ( લેખક: રા. રા. માહનલાલ દલીચઢ દેસાઈ) જૈન સાધુએ ભારતની એક ધાર્મિક સંસ્થા છે અને પોતાના આચાર-નિયમ પ્રમાણે ભ્રમણશીલ-પરિત્રાજક છે. એક વર્ષમાં એકી સાથે ચાતુર્માસ એક સ્થળે ગાળવું તેમને અપરિહાય છે; જ્યારે બાકીના આઠ માસમાં એક ગામથી ખીજા ગામ અપ્રતિત વિદ્યાર કરી દરેક સ્થલે ઉપદેશ આપતા રહી વિહાર કર્યે જાય છે. લગભગ પચીસસે। વર્ષ પહેલાં થયેલા ધર્મ સંસ્થાપક શ્રી મહાવીરના અનુયાયી જૈન શ્રમણેાની સરકૃતિ સમયધર્મ પ્રમાણે અનેક ઉદય અને અસ્તના હિંડાલે હીંચીને હજી સુધી પણુ અખંડપણે ચાલી આવી છે. તે શ્રમણુ–પંથે સ્થાપેલા દયા ધર્માંની અસરથી ભારતમાં હિંસક યજ્ઞયાગ બંધ પડયા એટલું જ નહિ પણ જાતિભેદના જુલમને ઘણા સૈકાઓ સુધી વિશેષ અવકાશ મળ્યે નહિ. વિશેષમાં કાવ્ય, નાટક, કથા—ભાષા વગેરે સાહિત્ય પ્રદેશમાં પણ તે શ્રમણેાએ દરેક શતકમાં દરેક યુગમાં અન્ય પથાની સાથે સાથે પ્રબળ ફાળા આપ્યા છે, અને એ સત્યની પ્રતીતિ તેના સાહિત્યને ઇતિહાસ લખાશે ત્યારે અતિ સ્પષ્ટ રીતે અને જરૂર થશે. ૧૪૧ સ'સારની ઉપાધિઓના બંધનથી મુક્ત એવા નિબંધ પ′ખી પેઠે વિચરતા માત્ર ધર્મ પરાયણુ જીવન ગાળવા નિર્માએલા સાધુએના સર વિશ્વબંધુ-ભાવનાં, પ્રભુભક્તિનાં, અને નીતિના ઉપદેશનાં ગીતા ગાવામાં જ નીકળી શકે. પાતપેાતાના જમાનાની ભાવનાઓને વ્યક્ત કરવી, પોતાના સમયના જૂદા જૂદા આદર્શોને અને રખા નાખા વહેતા લાગણીપ્રવાહેને એકત્ર કરી પયગમ્બરી વાણીમાં તેનું ઉદ્દેાધન કરવું એ વિશેનું કર્તવ્ય છે. સામાન્ય લેાકેાના દિલમાં જે સુન્દર ભાવેા જાગે-પણ જે સમજવાની કે સમજાવવાની તેમનામાં તાકાત નથી તેમને ભાષા આપવી, તેમને અમર વાણીમાં વ્યકત કરવા એ કવિએનું કાય છે. નિર્બધ પખીએમાં કાકિલા જેવું ભ્રમણુશાલી પ`ખી ભાગ્યે જ જોવામાં આવશે. આવા વિપરભૃતા જૈન સાધુએએ પ્રાન્ત પ્રાન્ત અને દેશદેશ વિહાર કરી પોતાના કાવ્યના ટકા લેાકેાને સંભળાવ્યા છે. આ પૈકી એક કવિપરભૃતના પરિચય કરાવવાની આ નિષંધની ઉમેદ છે. Jain Education International તેમનું નામ કવિવર સમયસુન્દર. તેમના કાળ વિક્રમના સત્તરમા શતાબ્ધિ છે. તેમને સંવત્ ૧૬૪૯ માં વાચનાચાર્ય -ઉપાધ્યાય પદ લાહેરમાં મળ્યું હતું. એમના પ્રથમના ગ્રંથ - ભાવશતક' સ૦ ૧૬૪૧ માં રચેલા મળી આવે છે, તેથી તે વખતે તેમની ઉમર ૨૧ વર્ષની ગણીએ તે તેમના જન્મ સં ૧૯૨૦ માં મૂકી શકાય કે જે વખતે તેમના દીક્ષાગુરુ સકલચંદ્ર ઉપાધ્યાયના દીક્ષાગુરુ જિનચંદ્રસૂરિને સરિષદ ( 19 વર્ષની વયે, સવત્ ૧૬૧૨ માં ) મળ્યાને આઠ વર્ષ થઇ ગયાં હતાં. તેમને છેલ્લા ગ્રંથ સ‘૦ ૧૬૯૭ લગભગને મળી આવે છે તેથી તેએા સ૦ ૧૬૨૦ થી ૧૯૦૦ સુધી-૮૦ વર્ષ જેટલું જીવન ગાળી શકયા હતા એ પ્રાયઃ નિશ્ચિત થાય છે. વિ. ૬ ૧૫. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy