SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ દેવચંદ્રજી ૧૨૭ ભક્તની સ્તવના એ જ ભક્તનું હૃદય છે, જ્ઞાનીના ગ્રંથો એ જ્ઞાનીનું અભ્યતર જીવન છે. ભક્તિભર્યા ઉદ્ગારે વહેવરાવતાં તેમાં આત્મદશાની ખરી ખુમારીની છાંટ છંટાયા સિવાય રહેતી નથી. આત્માના સુખને અનુભવરસ પીધાથી તેમને બાહ્ય વિષયરસ તે રસ તરીકે ભાસ જ નથી. આત્માને શુદ્ધાનુભવરૂપ આનંદ રસ પ્રાપ્ત થયા વિના અને બાહ્ય કામને રસ નષ્ટ થયા વિના અંતર્મુખ વૃત્તિ થતી નથી. આત્મા પિતાના સ્વભાવમાં દેહાધ્યાસન નાશપૂર્વક પ્રવૃત્તિ કરે છે ત્યારે જ આત્મસુખને અનુભવ થાય છે. શ્રીમદ્દ એવી ઉત્તમ જ્ઞાન દશા પ્રકટ થઈ હતી અને એવી દશામાં અવધૂત બનેલા હતા કે તે પ્રસંગે બહાર પડેલા ઉદ્ગારોમાં આત્મદશાની ખુમારી નીતરી રહી છે. તેઓ લીમડીના દેરાસરના ભેંયરામાં કલાકે પર્યત ધ્યાનમગ્ન થઈને બેસી રહેતા. શુદ્ધપાગમાં તલ્લીન તેમ જ આત્મસમાધિમાં મગ્ન રહેતા. તેમણે સવિકલ્પ સમાધિ ઉપરાંત નિર્વિકલ્પ સમાધિને અપૂર્વ રસ પણ ઝીલ્યો હતો, અને તે દેહાતીત દશામાં વર્તતા હતા. તેથી જ તેઓશ્રીએ શુદ્ધ પગના તાનમાં સ્તવનેની અંદર આત્મદશાને અમૂલે રસ રે છે. જેટલા પ્રમાણમાં આત્મદશા પ્રકટી હોય તેટલાજ પ્રમાણમાં ઉદ્દગાર પ્રકટે છે અને આમ છતાં પણ તેમની રચનામાં ગુર્જર સાહિત્યને સરસર વહેતે વહેળીઓ વાજ જાય છે. શ્રીમનું પુસ્તકોમાં ભરેલું સાહિત્ય એ જ તેમનું આંતર જીવન છે. શ્રીમદ્દનાં પ્રભુસ્તવમાં આત્મદશાના ઉદગારમાંથી થોડાક જોઈએ– આરોપિત સુખ ભ્રમ ટ ૨, ભાયે અવ્યાબાધ; સમ અભિલાશીપણે રે, સાધન સાધ્ય છે આ૦ છે ગ્રાહકતા સ્વામિત્વતા રે, વ્યાપક ભક્તા ભાવ; કારણુતા કારજ દશા રે, સકલ પ્રસું નિજ ભાવ, છે આ૦ | || આવે છે | આ૦ || તીનભુવન નાયક શુદ્ધાતમ, તસ્વામૃત રસ લુહુરે; સકલ ભવિક વસુધાની લાણી, મારું મન પણ તુહરે મનમોહન જિનવરજી મુજને, અનુભવ પિયાલો દરેક પૂરણાનંદ અક્ષય અવિચલરસ, ભક્તિ પવિત્ર થઈ પીધો રે જ્ઞાનસુધા લાલીની લહેર, અનાદિ વિભાવ વિસા રે સમ્યગ જ્ઞાન સહજ અનુભવ રસ, શુચિ નિજ બેધ સમાર્યો રે | આ છે જિનગુણ રાગ પરાગથી રે, વાસિત મુજ પરિણામ રે; તજશે દુષ્ટ વિભાવતા, સરશે આતમ કામ રે જિન ભક્તિરત ચિત્તને રે, વેધક રસ ગુણ પ્રેમ રે; સેવક જિનપદ પામશે રે, રસ ધિત અય જેમ રે છે ભાસ્યો આત્મ સ્વભાવ, અનાદિને વિસર્યો છે લાલ, સકલ વિભાવ ઉપાધિ થકી મન ઓસર્યો લાલ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy