SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન રાસાએ ૧૦૫ માંહેની વાત આ રાસોમાં પદ્ય રૂપે જણાવેલ હોવાથી તે કલ્પિત કે અપૂર્ણ સત્ય નથી પરંતુ ખરેખર બનેલી હકીકતને જૈન કવિઓએ આકર્ષક ઘટનામાં ગોઠવેલી છે. જૈન કવિઓએ જેમ જૈન રાસો ગુજરાતી ભાષામાં બનાવ્યા છે તેમ ગુજરાતી ભાષામાં સ્તવને, સ્તુતિઓ અને સજઝાયે-સામાજિક સર્વમાન્ય-ઉપદેશક પદે પણ બનાવેલાં છે. હાલમાં જાણવા પ્રમાણે ગુજરાતી ભાષામાં અંકિત થએલા તેવા રાસો સુમારે પણ ચારસેં તે હાથ આવ્યા છે, છતાં હજી બીજા રાસ પણ ભંડારોમાં પડેલા હોય અને પ્રસિદ્ધિમાં ન આવ્યા હોય તેમ બનવા જોગ છે. આ બધા રાસ પ્રકટ થાય તો અનેક કાવ્યદેહનનાં પુસ્તકે થાય ! ! ! જૈન ધર્મમાં પ્રવેતાંબરી અને દિગંબરી એમ બે મુખ્ય ભેદે છે. શ્વેતાંબરીમાં મૂર્તિપૂજક અને સ્થાનકવાસી એમ ભેદે છે. સ્થાનકવાસી મૂર્તિને માનતા નથી. શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન મહાત્માઓની કૃતિના ઘણા રાસે છે, જ્યારે સ્થાનકવાસી જૈન મહાત્માના આંગળીના ટેરવે ગણાય તેટલા જ રાસે છે. સ્થાનકવાસી જૈન ધર્મગુરુઓ ધર્મસિંહજી, ધર્મદાસજી, એડીદાસજી, જેમલજી ઋષિ, તિલક ઋષિ, જેઠમલજી અને હમણું થઇ ગયેલા શ્રી ઉમેદચંદ્રજી ઈત્યાદિ મુનિઓએ જ માત્ર રાસો વગેરે લખી ગુજરાતી સાહિત્યવૃદ્ધિની દિશામાં કંઇક પ્રયત્ન કર્યો છે. કવિતા જેવી ચીજ સારા રાગમાં ગવાતાં ઘણું જીવોને પ્રિય થઈ પડે છે. ગાયનથી મનુષ્યો તેમ જ પશુઓનું પણ ચિત લય પામે છે, જેથી કવિતા તરફ રુચિ કરાવી લોને નીતિના રસ્તે દોરવાનું કાર્ય આવા મનોરંજક રસભક્તિવાળા રાસો વડે ગુજરાતી ભાષામાં જન મહાત્માઓએ કરેલ છે તેમ ચેક્સ જણાય છે. શાસ્ત્રોના વાચનનું કામ બાળ જીવોને માટે કઠિન હોવાથી આવા રાસ વાંચવાથી તે વધારે પ્રિય થઈ પડતાં જલદી બેધ પામી શકે છે. કેટલાક રાસો વાંચતાં તેના રચનાર મહાપુરુષોએ તર્ક અને કવિત્વશકિતને એટલી બધી સરાણે ચડાવી હોય છે કે તે વાંચતાં તે પુરુષોના બુદ્ધિબળની પ્રશંસા સ્વાભાવિક રીતે આપણાથી થઈ જાય છે. દરેક રાતમાં મુખ્ય પાત્રે સંસારને ત્યાગી સ્વર્ગ કે મોક્ષસુખની પ્રાપ્તિ કર્યાનું જણાય છે કે જે દરેક જીવને અંતે મેળવ્યા સિવાય છુટ નથી. મેક્ષગામી ઉચ્ચ પાત્રને જ કવિશ્રી મૂળ ગ્રંથોમાંથી મુખ્ય પાત્ર તરીકે રાસમાં પસંદ કરે છે અને ખરેખરા સદ્દવર્તનશાળી ઉચ્ચ કેટીના પાત્રને જનસમૂહ આગળ ખડા કરી તેના જીવનવૃત્તાંતથી શ્રેતાઓનેવાચકેને સગુણશાલી બનાવે છે. આત્માને મોક્ષ પ્રાપ્ત કરાવવાને મહાપુરુષોને-કવિઓને આ શ્રમ સ્તુતિપાત્ર આવકારદાયક અને ઉપકારક છે જૈન કવિઓના બનાવેલા અનેક રાસોમાંથી કેટલાક જેવા કે વિમલમંત્રીશ્વરને રાસ-કુમારપાળને રાસ વગેરે વાંચવાથી કેટલુંક ઐતિહાસિક જ્ઞાન પણ આપવાને યોગ્ય પ્રયત્ન થયો છે, એટલે જૈન મહાત્માના રસમાં માત્ર કવિતા, અને જીવનવૃતાંત છે તેટલું જ નહીં પરંતુ ઐતિહાસિક સાહિત્ય પણ આવેલું છે. આની સાથે શુદ્ધ વ્યવહારનું જ્ઞાન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy