SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ જેનવિભાગ મૂર્તિ, સાક્ષાત સરસ્વતિના અવતાર સમા અને સત યુગના વિધાતાને પિતાનું ભક્ષ્ય બનાવ્યું. ગુજરાત ઉપર વજપાત કંપ થયો. આખું ગુજરાત તે સત યુગના વિધાતાની પાછળ ગાંડુ બન્યું. રાજા અને પ્રજા બંનેએ તે ગુજરાતના ગર્ભમાંથી પાકેલા નરરત્નની કીસ્મત આંકી હતી એમ કહેવામાં લગારે અતિશયોક્તિ નથી. આખા ગુજરાતમાં તેના તાબાના રાજ્યમાં બધે તે નરરત્નની બેટ જણાઈ. તેને શેક પ્રજાએ ઘેર ઘેર પાળે. પાટણની પ્રજાએ અને રાજાએ તેમના દેહને ચંદનમલયાગરૂકપુરકુસુમ આદિ સુગંધી દ્રવ્યોથી બાળી તેમની પછવાડે ખુબ શોકનાં આંસુ સાર્યા. હેમચંદ્રાચાર્યના સ્વર્ગવાસ પછી છ મહીને ગુર્જરેશ તેમને (પિતાના ગુરુને મળવા માટે હોય તેમ સ્વર્ગને રસ્તે પ્રયાણની તૈયારી કરવા માંડી. ગુરુવિરહ અને રાજ્યમાતાના ભત્રીજા અજયપાલની ખટપટથી ચિંતાએ તેના હૃદયમાં ઘર કર્યું. અને તે ચિંતા ચિતા સમાન નીવડી. અને કુમારપાળ સં. ૧૨૩૦ માં આ ભૂત દેહ છોડી સ્વર્ગે સીધાવ્યો. ગુજરાતની ગાદી ઉપર આ વીર, ધર્માત્મા અને મહાન વૈભવશાલિ નરેશ કુમારપાલ છેલ્લો જ હતો એમ કહું તેમાં લગારે અતિશયોક્તિ નથી. કમળપાલની પછીના રાજાઓ એશઆરામી, આળસુ અને વિલાસી હતા. તેમણે રાજ્ય મંત્રીઓને સોંપ્યું અને ધીમે ધીમે ગુજરાતની સમૃદ્ધિનો નાશ થવા માંડે અને તેમાં ય કરણઘેલાના મંત્રી માધવે વિદેશીઓની સત્તાને પેસાડી ગુજરાતની લક્ષ્મી લુંટાવીને તેને પાયમાલ કરી અને ગુજરાતને વિદેશીઓની મજબુત બેડીઓથી જડકી તેને ગુલામ બનાવ્યાનું પાતક હાર્યું. કુમારપાલે ગાદીએ આવ્યા પછી અહિંસાના પવિત્ર મને સ્વીકારી પ્રજા પાસે સ્વીકારવી શત્રુઓને પરાભવ પમાડી પિતાની પાછલી જીંદગી શાંતિમાં ગાળી ગુજરાતને સમૃદ્ધ બનાવવા પ્રયત્ન કર્યો છે. કુમારપાલની રાજ્ય વૃદ્ધિ કુમારપાળના સમયની રાજવૃદ્ધિ નીચે પ્રમાણે છે. રાજ્યમાં અગીયારસે હાથી, પચાસ હજાર રથ, અગીયાર લાખ ઘેડા અને અઢાર લાખ પાયદળ હતું. બીજા દેશના રાજાએ તેની આજ્ઞા પાળતા. તેની સભામાં ૭૨ સામત (નાના મેટા રાજાઓ) તેની સેવા કરતા હતા. આ સિવાય તેણે ૧૪૪૪ નવાં જિન મંદિરો કરાવ્યાં, ૧૬૦૦૦ મંદિરોને જીર્ણોદ્ધાર કરાવ્યો તેમજ અનેક મહાદેવનાં મંદિરે પણ સમરાવ્યાં. તેમાં સોમનાથપટ્ટણનું ભવ્ય મંદિર મુખ્ય હતું. તેણે સંઘ કાઢી સંઘપતિની પદવી મેળવી સાત વાર મહાન યાત્રાઓ કરી હતી. આવી રીતે ગુજરાતને અનેક રીતે સમૃદ્ધ બનાવી તેણે બીજા ધર્મરાજાનું બીરૂદ મેળવ્યું હતું. ૧ કુમારપાળે યાત્રા કેવી રીતે કરી હતી તેનું વિસ્તૃત વર્ણન સુંદર ભાષામાં કુમારપાલપ્રબંધકાર નીચે પ્રમાણે આપે છે. કુમારપાળે પુછ્યું “મહારાજ સંઘપતિમાં કેવા ગુણ હોવા જોઈએ?” શ્રી હેમચંદ્રાચાર્ય બેલ્યા કે “સંધપતિ માતપિતાને ભક્ત અને સ્વજન પરજનને આનંદ આપનાર હોવો જોઈએ. તે શાંતિ, શ્રદ્ધા, શુદ્ધ બુદ્ધિ, દયા, દાન, અને શીયકળથી ભૂષિત અને પરગુણના વિભવના ઉત્કર્ષ માં હર્ષ માને એ જોઈએ. તેનામાં મદ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy