SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન મત્રીએ તેમનું જન્મ સ્થળ, આ બન્ને ભાઓનું જન્મસ્થળ સુંટાલક નગર હતું અને તેમના પિતા પ્રાગવાટ ( પારવાડ ) વંશીય નામે અશ્વરાજ મંત્રી અને માતા સાબુરાજ મંત્રીની પુત્રી કુમારદેવી હતું. કુમારદેવીતે ત્રણ પુત્રા હતા-નામે મલદેવ૧, વસ્તુપાળ, તેજપાળ અને ઝહમાં આદિ સાત બહેના હતી. અશ્વરાજ મહારાણા વીરધવલની આજ્ઞાથી સુંટાલક નગરના મંત્રી તરીકે ત્યાંજ રહેતા હતા. તેણે પોતાના પુત્રને સારી રીતે વિધિ અભ્યાસ કરાવી પોતાનું સ્થાન સાચવે તેવી ઉત્તમ કેળવણી આપી હતી. આપણા ચરિત્રનાયક શ્રી વસ્તુપાળનાં સાક્ષાત્ લક્ષ્મી સરખી લીલાવતી નામે સ્ત્રી સાથે લગ્ન થયાં હતાં અને તેજપાળનાં સાક્ષાત્ સરસ્વતી સરખી અનેાપમા દેવી સાથે લગ્ન થયાં હતાં. થેાડા વખત પછી અશ્વરાજ મંત્રીનું મરણુ યું એટલે માતાના આગ્રહથી ત્યાંથી નીકળી માંડલમાં આવી વાસ કર્યાં. ત્યાં તે પેાતાના દિવસે આનંદમાં ગાળતા હતા. એક વખતે તે માતાની સાથે યાત્રાએ નીકળ્યા. ધે સ્થાને યાત્રા કરી પાછા વળતાં લકપુર ( ધેાલકા) માં રાજ્ય પુરેાહિત સામેશ્વર ભટ્ટ સાથે તેમને મૈત્રી થઇ અને તેમના આગ્રહથી તેએ ધાલકામાં રહ્યાં. તે વખતે ગુજરાતના રાણા વીરધવલને એક સારા મંત્રીની જરૂર હતી. તેને સામાન્ય રીતે તપાસ કરતાં ખબર પડી કે તે પીને યાગ્ય વસ્તુપાળ અને તેજપાળ છે ( વસ્તુપાળ ચરિત્રકાર કહે છે કે તેમને સ્વપ્નામાં ક્રેાઇ દેવ આવી કહી ગયા હતા. ) ખીજે દીવસે ખાનગીમાં રાજાએ પુરૈહિતને પુછ્યું અને તેમાં તેણે ખાસ સમતિ પૂર્વક કહ્યું કે તેમનાથી આપણા રાજ્યની આબાદી થશે. કારણ કે એ ગુજરાતના ઘણાખરા રાજાઓના મંત્રી વાણીયા જ હતા. માટે તેમને પછી ખાસ આપવી રાજાએ તે વખતે વસ્તુપાળ તેજપાળને ખેાલાવી મંત્રીપદ સ્વીકારવા આગ્રહ કર્યાં. વસ્તુપાળે એક સરત પૂર્વક મંત્રીપદ સ્વીકાર્યું. સમયે તે ૬૭ અસ્તુપાલ હવે એક સામાન્ય મનુષ્ય મટી ગુજરાતના માહાન મત્રી થયા. તેનું જીવન (૧) પ્રધાન તરીકે (૨) મહાન યાદ્દા તરીકે (૩) પરદુઃખભંજન તરીકે (૪) કવિ તરીકે અને કવિના આશ્રયદાતા તરીકે અને (૫) ધર્મી તરીકે સંપૂર્ણ છે. હવે આપણે ટુંકાણમાં તેના જીવનની કારકીર્દિ જોશું. પ્રધાન તરીકે. આપણું પ્રથમ તેની પ્રધાન તરીકેની કારકીર્દિ જોઈએ. વસ્તુપાળચરિત્રકાર ટુ'કમાં તેનું બહુ સારૂં બ્યાન આપે છે. તેના સાર નીચે પ્રમાણે છે. ૧ મલદેવ વસ્તુપાલને મોટા ભાઇ છે છતાં તેના જીવન સાથે અહીં સંબંધ નહિ હોવાથી માત્ર નામથી જ એાળખાણ કરાવી છે. Jain Education International ૨ કે જ્યારે કાઇ ચાડીયા પુરુષ આપને અમારી વિરુદ્ધ ખાટું ભાવી જાય અને આપને કાપ આવે ત્યારે તમારે અમારૂં અત્યારે જેટલું દ્રવ્ય છે તે અને કુટુંબ સહિત રજા આપવી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy