________________
સ્વ. દાદાભાઈનું જીવનચરિત્ર ૧૯૭ હતી અને કેટલાંક નિવેદનો પણ રજૂ કર્યા હતાં. તેમને મુખ્ય ભાગ આ પુસ્તકમાં આગળ આવી ગયું છે.
- ઈ. સ. ૧૮૯૫માં લિબરલ પક્ષને રાજીનામું આપી દેવું પડ્યું અને પછી જે ચૂંટણી થઈ તેમાં તેઓ ફાવ્યા નહિ. એટલે દાદાભાઈ પણ ચૂંટાવા પામ્યા નહિ. આ બનાવથી હિંદુસ્તાનમાં ત્યારે ગમગીની ફેલાઈ, પણ એમનો ઉત્સાહ મંદ પડ્યો નહિ.
ઈ. સ. ૧૮૯૬માં એમણે હિંદીઓને લશ્કરમાં અને નૌકાસૈન્યમાં દાખલ કરવા સામે જે પ્રતિબંધ હતા, તેને વિરોધ કર્યો અને એ વિષે વૅર ક્રિસ અને નૌકા ખાતા જોડે પત્રવ્યવહાર શરૂ કર્યો, જેનો સાર આ પુસ્તકમાં આગળ આપ્યું છે.
ઈ. સ. ૧૮૯૮માં એમણે ઇડિયન કરન્સી કમિટી સમક્ષ બે નિવેદન રજૂ કર્યા અને તેમાં એમણે એવું પુરવાર કર્યું કે સોનાનું ચલણ દાખલ કરવાથી એકંદરે હિંદને કશો લાભ થવાનો નથી, પણ નુકસાન જ થવાનું છે. તેને સાર પણ આ પુસ્તકમાં આગળ આવી ગયો છે. - ઈ.સ. ૧૯૦૧-રના અરસામાં એમણે પિતાના નિબંધો અને નિવેદનમાંથી મહત્ત્વનાં લખાણે ચૂંટી કાઢી, તેનો સંગ્રહ પવટી એંડ અન-બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા' નામે પ્રસિદ્ધ કર્યો. તેના ઉપરથી જ આ ગુજરાતી સારાનુવાદ તૈયાર કરેલો છે. એક વિષયને લગતા જુદે જુદે સમયે લખેલા લેખોનો સંગ્રહ હોવાને કારણે, મૂળ પુસ્તકમાં પુનરુક્તિઓ ઘણું આવે છે, અને જે એમણે ગ્રંથ તૈયાર કરતી વખતે તે ટાળી હોત, તો ગ્રંથ વધારે સંક્ષિપ્ત અને લક્ષ્યવેધી બનત. પણ એમની ઉત્તર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org