________________
૨૪ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ મુનિની તમે અવજ્ઞા ન કરો. નહિ તો પિતાના તેજથી, તે તમને બાળી મૂકશે.” [૨૦-]
પુરોહિત પત્ની ભદ્રાનાં આ વચન સાંભળતાં જ યક્ષ તેમજ તેના અનુચરેએ અંતરિક્ષમાં રહી તે જુવાનિયાઓને મારવા માંડ્યા. ઘવાયેલાં શરીરવાળા તથા લોહી એકતા તે લોકોને જોઈ, ભદ્રાએ તેમને ફરીથી કહ્યું :
આવા ઝેરી નાગ જેવા ઉગ્ર તપસ્વી ભિક્ષુને ભિક્ષાકાળે તમે મારવા ગયા, એ પતંગિયાં અગ્નિ તરફ દોડે તેના જેવું થયું છે. હવે જે તમને જાનમાલની પરવા હોય, તે ભેગા મળી, માથું નીચું કરી, તેમને શરણે જાઓ. આવા મહાત્માઓ તો ગુસ્સે થતાં આખા જગતને ભસ્મીભૂત કરી નાખે !” [૨૪-૮]
પેલે પુરહિત પણ તે જુવાનિયાઓની માઠી દશા જોઈ પોતાની સ્ત્રી સાથે તે મુનિને શાંત કરતો કહેવા લાગે : - “હે ભદન્ત! અમે કરેલી આપની અવજ્ઞા અને નિંદાની ક્ષમા આપે ! આ મૂઢ અને અજાણ બાળકોએ આપની જે અવજ્ઞા કરી છે, તેની પણ ક્ષમા આપો ! ઋષિઓ મહાકૃપાળુ હોય છે; તેઓ આમ ક્રોધ ન કરે!” [૨૯-૩૧
હરિકેશ બલ: પૂર્વે, હમણાં કે ભવિષ્યમાં કદી મારા મનમાં ક્રોધ થયો નથી, છે નહિ કે થશે નહિ. પરંતુ મારી તહેનાતમાં રહેનારા યક્ષનું આ કામ છે. [૩૨]
૧. જુઓ ૬૧મા પાન ઉપરની નોંધ ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org