________________
૧૨
હિરકેશ ખલ૧
હરિકેશ ખલની કથા
મૃતગંગાના તીર ઉપર હરિકેશ (ચાંડાલ) લોકોના અધિપતિ અલકાઢે રહેતા હતા. તેને ગૌરી અને ગાંધારી એમ બે સ્ત્રીઓ હતી. ગૌરીના પુત્ર બલ કદરૂપા, કજિયાખાર તથા બધાને અપ્રીતિકર હતેા. એક વખત બધાં ચાંડાળ કુટુમ્બે ગામબહાર ઉર્જાણી કરવા ગયાં હતાં. ત્યાં પણ તે છેાકરાએ ઝઘડામા કરવા માંડ્યા તેથી ઘરડેરાએ તેને ઉજાણી પૂરી થાય ત્યાં સુધી ન આવવાનું કહી દૂર હાંકી કાઢો. તે દૂર ઊભેા ઊભા બધું તેવા લાગ્યા. તે વખતે ત્યાં એક સાપ નીકળ્યા. તે ઝેરી હાવાથી બધાએ તેને મારી નાખ્યા. ઘેાડી વાર પછી ત્યાં એક બીજો સાપ નીકળ્યા. પરંતુ તે ઝેરી ન હાવાથી તેને લેાકાએ જવા દીધા. આ તૈઈ દૂર ઊભેલા ખલને વિચાર આન્યા કે, પેાતાના દેષથી જ માણસ પરાભવ પામે છે; પેલે સાપ ઝેરી હતા, તે તેને લેાકાએ મારી નાખ્યા; અને બન્ને ઝેરી
૧. હિરકેશ એટલે ચાંડાલ,-ટીકા. આ આખું અધ્યયન શ્વેતક ૪૭ સાથે સરખાવવા જેવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org