________________
ઉપોદુધાત
આ ગ્રંથ જૈન આગમગ્રંથમાંના “ઉત્તરાધ્યયનસૂત્ર'નો છાયાનુવાદ છે. જૈન આગમગ્રંથોમાં તેને “મૂલસૂત્ર' કહેવાતા વિભાગમાં મૂકવામાં આવ્યો છે. “મહાવ્યુત્પત્તિ' ગ્રંથમાં “મૂલગ્રંથ' શબ્દ “બુદ્ધના પોતાના શબ્દો” એવા અર્થમાં આપ્યું છે. બીજે પણ “મૂલ” શબ્દ એવા અર્થમાં વપરાયેલું જોવામાં આવે છે. એટલે જૈનોએ પણ મૂલ” શબ્દ “મહાવીરના પિતાને શબ્દ” એ અર્થમાં વાપર્યો હોય એમ બનવાજોગ છે.
ઉપરની માન્યતાને બીજી રીતે પણ ટેકે મળે છે. ઉતરાધ્યયનસૂત્રના છેલ્લા લેકમાં જણાવ્યું છે કે, “આ પ્રકારે મુમુક્ષુઓને માન્ય એવાં ૩૬ ઉત્તમ (ઉત્તર) અધ્યયને પ્રગટ કરીને જ્ઞાતપુત્ર શ્રી મહાવીર ભગવાન પરિનિર્વાણ પામ્યા, એમ હું કહું છું.” [ ૩૬,૨૬૭] કલ્પસૂત્રના જિનચરિતમાં પણ કહ્યું છે કે, મહાવીર ભગવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org