________________
२५
૫: મરણના બે પ્રકાર છે. દેહત્યાગ કરીને તે અવશ્ય ઉત્તમ દેવગતિને પામે છે. તે જ પ્રમાણે પોતાના સંયમધર્મનું યથાયોગ્ય પાલન કરનાર ભિક્ષુ પણ આ બેમાંથી એક ગતિ અવશ્ય પામે છે? કાં તો સર્વ દુઃખમાંથી હંમેશને માટે વિમુક્ત થઈ સિદ્ધ થાય છે, અથવા મોટી ગાદ્ધિવાળા દેવ થાય છે. તે દેવલોક મેહ વિનાના, દુતિયુક્ત તથા યશસ્વી યક્ષોથી (દેવાથી) વસાયેલા હોય છે. સંયમ અને તપ આચરીને વાસનારહિત થયેલા ભિક્ષુઓ કે ગૃહસ્થ તે સ્થળાએ જાય છે. [૧૨૮]
આમ, શીલવાળા બહુશ્રુત માણસો મરણ આવ્યું ત્રાસ ન પામતા હોવાથી તથા મરણ વખતે ધીરજ ગુમાવ્યા વિના પ્રસન્ન રહેતા હોવાથી, તેમનું મરણ સકામમરણ કહેવાય છે. આખી જિંદગી દયાધર્મને અણીશુદ્ધ પાળનાર મેધાવી પુરુષ, ચોગ્ય વખત આવ્યે, શ્રદ્ધાપૂર્વક, ગુરુસમક્ષ, લોમહર્ષને ત્યાગ કરી, દેહને પડવાની વાટ જેતે તૈયાર રહે છે, અને ત્રણ પ્રકારમાંથી એક પ્રકારના સકામમરણથી મરે છે. [૨૯-૩૨]
૧. મૂળ: ચક્ષઢોદતા
૨. તે ત્રણ પ્રકારો આ પ્રમાણે છે : (૧) ભક્તપ્રત્યાખ્યાન : મરણ પચત આહારનો ત્યાગ કરવો તે. આમાં પડખું ફેરવવું વગેરે શારીરિક ચેષ્ટાઓ જાતે કરવાની અથવા બીજા પાસે કરાવવાની છૂટ હોય છે. (૨) ઇગિની (ઇત્વરિત) મરણ: આમાં આહારત્યાગ ઉપરાંત હાલવાચાલવાના ક્ષેત્રની પણ મર્યાદા બાંધવાની હોય છે, તથા તે ચેષ્ટામાં બીજાની મદદ લેવાની હોતી નથી. (૩) પાદપોપગમન : આમાં આહાર ઉપરાંત શારીરિક ચેષ્ટામાત્રને - ત્યાગ કરવાનું હોય છે અને પાદપ–વૃક્ષ-ની જેમ નિશ્ચલ રહેવાનું હોય છે. જુઓ આ માળાનું “આચારધર્મ, પા. ૬૫-૭૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org