________________
૨ઃ પરિષહ – બાવીસ વિદને વેદનાનું નિવારણ કરવાનું ન ઇચ્છવું; પરંતુ તેને આકુળ થયા વિના સહન કરી લેવી. [૨-૩]
(૨) તૃષા – તરસ (૩) શીત – ઠંડી (૪) ૩sor – ગરમી (૫) વંરામરી – ડાંસમચ્છરનો ઉપદ્રવ (૬) તથા જોઈતાં કપડાં ન મળવાથી પ્રસંગવશાત પ્રાપ્ત થતી નાનતાનું પણ તેમજ સમજવું. [૪-૧૩]
(૭) એ સૌથી વધુ કઠણ મુશ્કેલી તે પતિ અથવા કંટાળે છે. માણસનું મન જ્યાં સુધી કામગમાંથી પૂરેપૂરું નિવૃત્ત નથી થતું, ત્યાં સુધી તેને સ્વીકારેલા ધર્મમાગ તરફ અરતિ થયા કરે છે. પરાક્રમી પુરુષ શરૂઆતમાં થતી તે અરતિનું દમન કરી, પિતાના ચિત્તને પ્રિય પદાર્થો તરફ જતું રેકે, તથા આત્મરક્ષિત, આરંભરહિત અને ઉપશાંત થઈ, ધર્મમાં રમમાણ રહે. [૧૪-૫]
૧. મૂળમાં, સુધા વખતે “કેાઈને કાપવું – કપાવવું નહીં, કે રાંધવું – રંધાવવું નહીં” એમ છે. તૃષા વખતે “શીત પાણીનું સેવન ન કરવું, પણ વિકૃત (નિર્જીવ પાણી) શોધવું” એમ છે. શીત વખતે “અગ્નિ સેવવાનો વિચાર ન કરવો” એમ છે. ઉષ્ણ વખતે
સ્નાન કરવાનો વિચાર ન કરવો, શરીર ઉપર પાણી ન છાંટવું કે પંખે ન વાપરો” એમ છે. ડાંસમચ્છરના ઉપદ્રવ વખતે,
તેમનાથી ત્રાસવું નહીં, તેમને રોકવા નહીં, તેમના પ્રત્યે મન બગાડવું નહીં કે તેમને હણવા નહીં” એમ છે. વસ્ત્ર ફાટવા આવે ત્યારે, “હવે હું કપડાં વિનાનો થઈશ, કે હવે નવાં કપડાં મેળવું, એવી ચિંતા ન કરવી; તથા વસ્ત્રહીન દશા કે વસ્ત્રયુક્ત દશા બંનેને હિતકર સમજી શક ન કર, એમ છે.
૨. કામના પૂરી કરવા માટેની પ્રવૃત્તિ તે આરંભ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org