________________
સુભાષિત
૨૮૧ न वि मुण्डिएण समणो न ओंकारेण बम्भणो । न मुगी रण्णवासेणं कुसचीरेण तावसो ॥ समयाए समणो होइ बम्भचेरण बम्भणो । नाणेग उ मुणी होइ तवेग होइ तावसो | कन्मुगा बम्भणो होइ कम्मुगा होइ खत्तिओ । वइसो कम्मुगा होइ सुद्दो हवइ कम्मुगा ॥
માત્ર મંડાવાથી શ્રમણ થવાય નહિ, માત્ર સ્કારથી બ્રાહ્મણ થવાય નહિ, માત્ર અરણ્યવાસથી મુનિ થવાય નહિ, અને માત્ર દાભનાં વસ્ત્રથી તાપસ થવાય નહિ. પરંતુ, સમતાથી શ્રમણ, બ્રહ્મચર્યથી બ્રાહ્મણ, જ્ઞાનથી મુનિ, અને તપથી તાપસ થવાય. કર્મથી જ માણસ બ્રાહ્મણ ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ધ થાય છે. [૨૫,૩૦-૩] नाणस्स सवस्स पगासगाए अन्नाणमोहस्स विवजणाए । रागस्स दोसस्स य संवएणं एगन्तसोक्खं समुवेइ मोक्खं ।।
સર્વપ્રકારના જ્ઞાનને નિર્મળ કરવાથી, અજ્ઞાન અને મેહને ત્યાગવાથી, તથા રાગ અને દ્વેષનો ક્ષય કરવાથી એકાંતિક સુખરૂપી મોક્ષ પ્રાપ્ત થાય છે. [૩૨-૨] तस्सेस मग्गो गुरुविद्धसेवा विवजणा बालजणस्स दूरा । सज्झायएगन्तनिसेवणा य सुत्तत्थसंचिन्तणया घिई य ।।
તેને માર્ગ આ પ્રમાણે છેઃ ગુરુ અને જ્ઞાનવૃદ્ધ પુરુષોની સેવા કરવી; અજ્ઞાનીઓને સંગ દૂરથી જ ત્યાગ; એકાગ્રચિત્તથી સતશાસ્ત્રને અભ્યાસ કરે; તેના અર્થનું ચિંતન કરવું; અને ચિત્તની સ્વસ્થતારૂપી વૃતિ કેળવવી. [૩ર-૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org