________________
ર૧૦ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ - બે ઇન્દ્રિય (સ્પર્શ અને રસ)વાળા જીવોના પ્રકારઃ કૃમિ, સોમંગલ, અળસિયાં, માતૃવાહક (ચૂડેલી ?), વાસીમુખ, છીપ, શંખ, શંખનક, પલ્લક, અણુ પલુક, કેડા, જળ (જાલગ), નીલક, ચંદનક. [૧૨૮-૯]
ત્રણ-ઈદ્રિય (સ્પર્શ, રસ, પ્રાણ)વાળા જીવોના પ્રકાર : કુબૂ, કીડી, ઉદ્દેશ, ઉત્કાલિક, ઉદ્દે ડીઆ (વઘઈ?) તૃણાહારી, કાષ્ટાહારી, માલૂક, પનાહારી, કપાસની મીંજમાં થતા (કપાસમિંજા) (:કે?) તિંદુક, સંસમિંજક, સદાવરી, કાનખજૂરા (ગુલમી), ઇંદ્રકાયિક, દ્રોપ (ગોકળગાય). [૧૩૭-૯]
ચાર ઈદ્રિય (સ્પર્શ, રસ, પ્રાણુ, આંખ) વાળા છવા : અંઆિ , પિત્તિ, માખી, મચ્છર, ભમરા, કીટ, પતંગ, બગઈ (દ્રિકુણ), કુંકણ, અંગરીટી, નંદાવર્ત, વીંછી, ડેલ (ખડમાંકડી), ભેગરીટક, વિરલી, અક્ષિવેધક, અક્ષિત, માગધ, અફીટક, ચિત્રપત્રક, ઉપધિજલિક, નીચક (ની-નીડ?) તામ્રક. [૧૪૬-૮]
જલચર પિંચેંદ્રિય (સ્પર્શ, રસ, થ્રાણુ, આંખ, કાનવાળા) તિર્યંચો] ના પ્રકાર: માછલાં કાચબા, ગ્રાહ, મગર, સુંસુમાર. [૧૨]
સ્થલચર ચોપગના પ્રકાર: એક ખરીવાળા (ઘડા વગેરે), બે ખરીવાળા (બળદ વગેરે), ગંડીપદા (ગંડી – કમળની કર્ણિકા જેવા ગોળ પગવાળા – હાથી વગેરે), સનખપદા (સિંહ વગેરે). [૧૭]
બેચરના પ્રકાર: ચર્મમય પાંખવાળાં (ચામાચીડિયાં ઈ૦), રોમમય પાંખવાળાં, સમુગ૫ક્ષી (દાબડાના આકાર જેવી પાંખવાળાં), વિતતપસી (સૂપડા જેવી પાંખવાળાં). [૧૮૬-૭] છેલ્લાં બે માનુષાર પર્વતની પેલી પાર રહેનાર મનાય છે.
ટિ૫ણ ન. ૨. મધ્યલોકમાં જંબુદ્વીપ, તેની આજુબાજુ વીંટાઈને આવેલો લવણસમુદ્ર તથા તેની અંદર આવેલા પ૬ અંતરદ્વીપ, તે સમુદ્રની આજુબાજુ વીંટળાઈને આવેલો ધાતકી ખંડ, તેની આજુબાજુ આવેલ કાલેદધિ તા તેની આજુબાજુ આવેલો પુષ્કરદ્વીપને માનુષેત્તર પર્વત સુધીનો અર્ધો ભાગ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org