________________
૨૫૫
૩૬ઃ જીવ-અજીવ તત્વ અસ્તિકાય એટલે પ્રદેશને સમૂહ. જેનો બીજો ભાગ ન થઈ શકે તેવા ખંડને “અતિ અથવા પ્રદેશ કહે છે. ધર્મ, અધર્મ, અને આકાશ માત્ર એક પ્રદેશરૂપ અથવા એક અવયવરૂપ નથી; પરંતુ પ્રચય એટલે કે સમૂહરૂપ છે. તેથી તે અસ્તિકાય કહેવાય છે. પરંતુ, કાળ એક સમયરૂપ – વર્તમાન ક્ષણરૂપ – છે. તેથી તે અસ્તિકાય નથી કહેવાતો અને તેના સ્કંધ, દેશ અને પ્રદેશ એવા પ્રકાર પણ નથી.
આકાશ લોક તેમજ અલોકમાં વ્યાપેલું છે. તેમાં ધર્મ વગેરે દ્રવ્ય રહેલાં છે, પણ તે સમગ્ર આકાશમાં નહીં; પરંતુ અમુક પરિમિત ભાગમાં જ. જેટલા ભાગમાં તે રહેલાં છે, તેટલો ભાગ જ લોક કહેવાય છે; બાકીને અલોક કહેવાય છે. લેકમાં પણ કાળ, મનુષ્યલોકમાં (અઢી દ્વીપ અને બે સમુદ્રમાં) જ રહેલો છે.
ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણે દ્રવ્ય અનાદિ અને અનંત છે. કાળ પણ નિરંતર પ્રવાહની અપેક્ષાએ અનાદિ–અનંત જ છે. પરંતુ, કોઈ કાર્યના આરંભની અપેક્ષાએ સાદિ અને સાંત પણ છે. [૯]
આ પ્રમાણે જીવ તથા અજીવન સ્વરૂપને ગુરુમુખે સાંભળીને, તથા તેના ઉપર શ્રદ્ધા કરીને, મુનિ જ્ઞાન અને
૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૨, પા. ૨૬૦. - ૨. વધુ માટે જુઓ પ્રકરણને અંતે ટિ. નં. ૬, પા. ૨૬૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org