________________
૩૪ લેડ્યા
૨૩૯ માને છે કે, લેણ્યાદ્રવ્ય બધ્યમાન કર્મ પ્રવાહ (નિષ્પન્ટ) રૂપ જ છે. ત્રીજ તેને સ્વતંત્ર દ્રવ્ય માને છે.
ટિ૧૫ણ ન. ૨. જુદી જુદી લેશ્યાવાળાઓની જુદી જુદી વૃત્તિઓનું ઉદાહરણું ટીકાકાર નીચે પ્રમાણે આપે છે : છ પુરુષોએ માર્ગમાં એક ફળેલું જાંબુડાનું ઝાડ જોયું. તે જોઈ કૃષ્ણ લેશ્યાવાળે બેલ્યો, “ચાલે, એને મૂળમાંથી કાપી નાખી એનાં જાંબુડાં ખાઈએ. ત્યારે નીલવાળો બોલ્યો, “આખું ઝાડ કાપવાની જરૂર નથી, એક ડાળખું જ બસ છે. તે જેલે શ્યાવાળે બોલ્યો, “ડાળ કાપવાની પણ જરૂર નથી, એક ઝુમખું પણ આપણે જયેને બહુ છે.” પદ્મવાળે બેલ્યો, “ઝૂમખું કાપવા જતાં અંદર કાચાં પણ બહુ આવી જાય. માટે પાકાં તોડીને જ લઈએ.” ત્યારે શુકલવાળે બેલ્યો, “ઝાડને લાગેલાં તાડવાની શી જરૂર છે ? અહીં પાકીને નીચે પડેલાં જ બસ છે.
જે માણસ પોતાનાં સુખસગવડ માટે હજારો પ્રાણીઓને વિવશ રાખે, અને તેમના સુખની પરવા પણ ન કરે, તેવા માણસની મનોવૃત્તિ કૃષ્ણ લેક્યા કહી શકાય.
જે માણસ પોતાના આરામમાં કસર આવવા દીધા વિના, જે પ્રાણુઓ વડે પોતાને સુખસગવડ મળે છે, તેમની પણ સારસંભાળ કરતે રહે, તેની મને વૃત્તિ નીલ લેશ્યા કહેવાય.
જે માણસ પોતાનાં સુખસંપાદક પ્રાણીઓની જરા વધારે સંભાળ લે, તેવા સુબિશી મનુષ્યની મનોવૃત્તિ કાપત લેશ્યા કહેવાય.
આ ત્રણ વૃત્તિઓમાં પ્રાણીઓ પ્રત્યે અકારણ મંત્રીની કલ્પના. સુધ્ધાં નથી હોતી, પરંતુ કેવળ વાર્થ નું જ સામ્રાજ્ય વ્યાપેલું હોય છે. પરંતુ જે માણસ પોતાના આરામને કમી કરી, તેમાં સહાય કરનારાં પ્રાણીઓની પણું ઉચિત રીતે સારસંભાળ રાખે, તેની વૃત્તિ તેજલેશ્યા કહેવાય.
જે માણસ પોતાની સુખસગવડને વળી કમતી કરી અને પિતાનાં આશ્રિત તથા સંસર્ગમાં આવનારાં અન્ય પણ બધાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org