________________
૩૩
કર્મવિચાર “મિથ્યાત્વ' એટલે કે યથાર્થ વસ્તુમાં શ્રદ્ધાને અભાવે કે અયથાર્થ વસ્તુમાં શ્રદ્ધાને કારણે; “અવિરતિ” એટલે કે દેશોથી ન વિરમવાને કારણે; “પ્રમાદને કારણે અને રાગદ્વેષાદિ ‘ કવાય” પૂર્વક કરાતી મન, વાણું તથા કાયાની પ્રવૃત્તિ એટલે કે “યુગ ને કારણે, જીવ કર્મપરમાણુઓ ગ્રહણ કરે છે. જેમ દીવ વાટ દ્વારા તેલને ગ્રહણ કરી, પિતાની ઉષ્ણતાથી તેને જ્વાળારૂપે પરિણુમાવે છે, તેમ જીવ કાષાયિક વિકારથી કર્મરૂપે પરિણમવાને યોગ્ય પરમાણુઓ ગ્રહણ કરી, તેમને કર્મભાવે પરિણમવામાં નિમિત્ત થાય છે. આત્માના પ્રદેશે સાથે એ કર્મપરમાણુઓનો - સંબંધ તેનું નામ જ બંધ. જીવ સ્વભાવે અમૂર્ત છતાં અનાદિ કાળથી કર્મસંબંધવાળો હોવાને લીધે, મૂર્ત જેવો થઈ જવાથી, મૂર્ત કર્મપરમાણુઓ ગ્રહણ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org