________________
૩૨ઃ પ્રમાદસ્થાને
૨૧. ઉપર ભરેલા માંસના સ્વાદમાં લેભાઈ નાશ પામે છે; પાડે પાણીના શીતળ સ્પર્શથી લેભાઈ મગરને ભેગ બને છે; અને હાથી તીવ્ર કામાભિલાષથી હાથણવાળે માર્ગે જઈ ખાડામાં પડે છે. આમ, ઈદ્રિય અને મનના વિષયો રાગી મનુષ્યને દુઃખના હેતુ થઈ પડે છે; પરંતુ નીરાગીને જરા પણ દુઃખકર થતા નથી.
વળી જે મનુષ્ય પિતાને મનોહર લાગતા રૂપ વગેરેમાં અતિ આસક્ત થાય છે, તે બાકીનાં બધાં રૂપોને જ કરવાનો. અપ્રિય માનેલા વિષય ઉપર દ્વેષ કરનાર તે ક્ષણે જ દુઃખ પામતો હોય છે. પોતાના પ્રદુષ્ટ ચિત્તથી તે એવાં કર્મ બાંધે છે, કે જે પરિણામે દુઃખરૂપ થઈ પડે છે. આમ જીવ પોતાના દુદન્તપણારૂપી દોષથી દુઃખી થાય છે; તેમાં વિષ વગેરેનો કાંઈ અપરાધ નથી. કામભોગ પોતે કંઈ મનુષ્યમાં રાગ, દ્વેષ કે સમતા ઉત્પન્ન કરતા નથી; પરંતુ તેમના પ્રત્યે રાગદ્વેષવાળે મનુષ્ય જ પિતે પોતાના મોહથી વિકૃતિ પામે છે.
વળી, વિષયોમાં આસક્તિ બીજાં અનેક મહાપાપનું કારણ થઈ પડે છે, જેમના ફળરૂપે તેને પાછાં અનેક દુઃખો ભગવ્યા કરવાં પડે છે. જેમકે, પિતાને પ્રિય લાગતા
૧. હાથી સિવાયના ઉપરના બધા દાખલા અનુક્રમે રૂપ, શબ્દ, ગંધ, રસ અને સ્પર્શ એ પાંચ બાહ્ય ઇદ્રિના વિષયોમાં આસક્તિના છે. હાથીને દાખલો (આંતર ઇન્દ્રિય) મનના વિષયને છે. મૂળમાં મનનો વિષય “ભાવ” કહ્યો છે. પ્રિય અથવા અપ્રિય વિષયનું ચિંતન કે અભિલાષા તે ભાવ.
૨. લેક: ૨૨-૬,૩૩,૩૭,૫૦,૬૩,૭૬,૮૯,૧૦૦-૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org